________________
ગાથા : ૨૨૧ યોગદષ્ટિ સમુચ્ચય
પ૭૩ ટીકા-“વર્જીયોગg" વરમો યોનોત્તમ: | વિભૂત રૂત્વીદ “સચ્ચ ga” અનન્તર ક્લેિમ્પ , “નિયોતિ:” મવથતા ! “સાનુજન્યત્રવિત્તિ.” તથા સહુશાન્નિા, “થસિદ્ધ' વિષયે, “સતાં મતા'' રૂતિ | ૨૨૨
વિવેચન :- યોગાવંચક અને ક્રિયાવંચક સમજાવીને હવે ત્રીજા ફલાવંચકનું સ્વરૂપ સમજાવે છે. ભાવયોગી એવા સપુરુષોનો યોગ થયો. સત્પરુષ તરીકે તેઓની ઓળખાણ થઇ. હૃદયના ભાવપૂર્વક તેવા સત્પષોને પ્રણામ-સ્તવના આદિ અવંચક ક્રિયા કરી. તો તેનાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ અવંચક ફળની પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે. આવા પ્રકારના સ્વરૂપની પ્રાપ્તિ તે ફલાવંચક કહેવાય છે. આ ફળાવંચક એ ચરમ એટલે છેલ્લો ઉત્તમ યોગ છે. સર્વોત્તમ યોગ છે.
પૂર્વે ગાથા ૨૧૯માં કહેલા એવા પુરુષો પાસેથી ઉત્તમ ઉપદેશ શ્રવણ દ્વારા તથા સતત તેઓના સાન્નિધ્યથી આ આત્મામાં અવશ્ય ધર્મતત્ત્વની સિદ્ધિ થાય છે. ધર્મતત્ત્વની સિદ્ધિ થાય છે એટલું જ નહીં. પરંતુ સાનુબંધ એવા ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. એટલે કે આ ધર્મતત્ત્વની થયેલી પ્રાપ્તિ ઉત્તરોત્તર દિન-પ્રતિદિન તથા ભવોભવમાં વધારેને વધારે ગાઢપણે થતી જાય છે. તેની સાંકળ ચાલુ જ રહે છે. અખંડ ધારાવાહીપણે અને નિયમો સવિશેષપણે ધર્મતત્ત્વની વૃદ્ધિ જ થાય છે. જેથી અલ્પભવોમાં જ આ આત્મા નિયતપણે મુક્તિગામી થાય છે.
અનંત ભૂતકાળમાં આ જીવે અનેકવાર ધર્મક્રિયા કરી છે. પરંતુ કાં તો સત્પષનો યોગ થયો નથી. અથવા યોગ થયો હશે તો પુરુષ તરીકે તેઓને ઓળખ્યા નથી. ઓળખ્યા હશે તો મોહની પરવશતાથી ધર્મક્રિયા આચરી નથી. અને તેઓની પ્રેરણાથી કદાચ આચરી હશે તો સંસારસુખના રાગના કારણે સંસારસુખનું લક્ષ્ય રાખીને આચરી હશે. તેથી ફળ પણ તેવું જ (દેવ-મનુષ્યાદિ ભવોનાં સુખ માત્ર જ) પ્રાપ્ત થયું છે. તેથી યોગ પણ આ આત્માને વંચક પ્રાપ્ત થયો, ક્રિયા પણ વંચક જ કરી, તેથી ફળ પણ વંચક જ મળ્યું. પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં. તેથી જ આ જીવ આજ સુધી રખડે છે. પરંતુ હવે આવી ઉંચી દશામાં આવેલા જીવને સ્વરૂપનું બરાબર લક્ષ્ય જાગ્યું છે. તે સ્વરૂપ જ પ્રાપ્તવ્ય છે. એવો નિર્ણય કરી લીધો છે. તેથી બાણ દ્વારા કરાતા લક્ષ્યવેધની જેમ આ યોગાવંચક અને ક્રિયાવંચક દ્વારા અવશ્ય આત્માના પરમાર્થની પ્રાપ્તિ સાનુબંધ ધર્મસિદ્ધિ થવા રૂપ ફળાવંચકતા પણ આવે જ છે. આ પ્રમાણે આ સાનુબંધ (ગાઢ) એવી જે ધર્મસિદ્ધિ છે તે સક્નોને (સપુરુષોને) માન્ય છે. આ ધર્મસિદ્ધિ મુક્તિપ્રાપ્તિનું અવલ્થકારણ બને છે.
પ્રશ્ન - સાનુબંધ ધર્મસિદ્ધિ જે કહી. ત્યાં ધર્મ એટલે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org