________________
પ૭૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૯ ગાથાર્થ = કલ્યાણને પામેલા અને દર્શન માત્રથી પણ પાવન કરનારા એવા સપુરુષોની સાથે તેવા પ્રકારના ભાવથી (ગુણવત્પણાના ભાવથી) દર્શન થવા દ્વારા જે સંબંધ થવો તે “આદ્યાવંચક” કહેવાય છે. તે ૨૧૯
ટીકા-“દ્ધિઃ ચાઈસિસ્પે.” વિશિષ્ટપુષ્યદ્ધિઃ “ન પારૈ” ૩મવત્નોનેના પવિત્ર: “તથા તેના પ્રવાસે મુવત્તા વિપર્યયમાન ‘‘નં'' તથતિન | “તત:”તે, યો “યોm:”સમ્બન્ધઃ સદ, સ “માધાજી કૃષ્ણ" सद्योगावञ्चक इत्यर्थः ॥ २१९॥
વિવેચન :- સપુરુષોની સાથે તથારૂપે (આ સત્પષ છે. અનેક ગુણોથી ભરપૂર છે તે રૂપે) ઓળખાણપૂર્વક યોગ થવો તે ત્રણ અવંચકમાંનો પ્રથમ અવંચક = યોગાવંચક છે. રૂપિયો સાચો હોવો જોઇએ અને તે સાચા રૂપિયાને “આ સાચો રૂપિયો છે” તે ભાવે ઓળખવો પણ જોઇએ. તો જ તે રૂપિયાની પ્રાપ્તિનું ફલ મેળવી શકાય છે. તેવી રીતે જે પુરુષનો યોગ થાય છે તે પુરુષમાત્ર હોવો જોઇએ એમ નહીં, પરંતુ “સપુરુષ” હોવો જોઇએ તથા “આ પુરુષ” છે. અનેકગુણોનો ભંડાર છે. તે મહાત્મામાં અલ્પ પણ વિપર્યય (આત્મહિતને બાધા આવે તેવું કોઈ પણ સ્વરૂપ) નથી એવી ઓળખાણપૂર્વક તેની સાથે જે સંબંધ થવો, તેવા પુરુષની પ્રાપ્તિ થવી તે આદ્યાવંચક યોગ કહેવાય છે. જીવનમાં આવા પ્રકારના સત્પષનો મેળાપ થાય એ જ મહાભાગ્યની નિશાની છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતો આ જીવ સત્પરુષના યોગથી જ સાચા માર્ગે ચઢે છે માર્ગે ચઢવું એ જ આ આત્માનો સૌથી મોટો અને પ્રથમ ઉપકાર છે. આ ઉપકાર કરનારા તે “સપુરુષો” છે. તેથી તેવા મહાત્મા પુરુષોનો યોગ થવો એ મોટો પુણ્યોદય પ્રગટ્યો જાણવો.
હવે તે સપુરુષો કેવા છે? તે બે વિશેષણથી જણાવે છે.
(૧) કલ્યાણસમ્પન્ન = જેઓ પોતાના આત્માનું કલ્યાણ પામી ચૂક્યા છે. “યોગદશા” રૂપી રત્નચિંતામણિની જીવનમાં સાક્ષાત્ પ્રાપ્તિ કરી હોવાથી જેઓ અત્યન્ત વિશિષ્ટ પુણ્યવાળા છે. પરમ નિર્દોષ, અતિશય નિર્વિકારી, રાગાદિ દોષો ઉપર વિશિષ્ટ વિજયવાળા છે. સાચા સંત છે. સાચા સદ્ગુરુ છે. બાહ્યજીવન અને આન્તરિક જીવન એમ બન્ને જીવન જેઓનાં નિર્મળ અને નિર્દોષ છે. નિખાલસ છે. એવા તે સપુરુષ છે.
(૨) દર્શન માત્રથી લોકોને પવિત્ર કરનારા = જેઓનું જીવન એટલું બધું પવિત્ર છે કે તેઓના દર્શન માત્રથી દર્શન કરનારનું કલ્યાણ થઈ જાય છે. તેઓના સાન્નિધ્ય માત્રથી જન્મજાત વૈરિઓનાં વૈર ચાલ્યાં જાય છે. વ્યાખ્યાન દ્વારા અને ઉપદેશ દ્વારા તો કલ્યાણ કરે જ, પરંતુ કંઈ ન કહે અને કંઈ પણ ન કરે તો પણ તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org