________________
૫૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૯૪ વિવેચન - પૂર્વાપરક્ષણોમાં વસ્તુનો અભાવ અને વર્તમાન ક્ષણમાત્રમાં વસ્તુનો ભાવ એ અવિરોધી માનો તો વર્તમાનભાવ નિત્ય થાય છે અને વિરોધી માનો તો વર્તમાનભાવ અસત્ થાય છે. ઇત્યાદિ દોષો પૂર્વની ૧૯૩મી ગાથામાં ગ્રંથકારે બૌદ્ધને આપ્યા છે. તે દોષો સાંભળીને બૌદ્ધ પોતાનો બચાવ કરવા માટે પોતાનો સિદ્ધાન્ત રજુ કરે છે કે- “સ વ મવતિ'-તે જ આ નથી એમ અમે માનીએ છીએ. અર્થાત્ પ્રતિક્ષણે વસ્તુ વર્તમાન તો છે જ, પરંતુ જે પૂર્વેક્ષણમાં છે તે જ વસ્તુ ઉત્તર ક્ષણમાં નથી. કારણ કે સર્વે વસ્તુઓ ક્ષણિક હોવાથી એકક્ષણમાં જે વસ્તુ છે. તે જ વસ્તુ બીજીક્ષણમાં નથી અર્થાત્ સર્વથા નવી જ વસ્તુ (કે જે અસત્ જ) હતી તેની ઉત્પત્તિ થાય છે. પરંતુ પૂર્વલણવત જે વસ્તુ છે તે જ આ વસ્તુ નથી. એવું છે તેનું બચાવવચન છે. તેનો પરિહાર આ ગાથામાં છે.
બૌદ્ધો ક્ષણિકવાદી છે. એટલે કોઇપણ વસ્તુ એક ક્ષણજીવી માત્ર જ છે. બીજા ક્ષણે અપૂર્વ જ વસ્તુ અર્થાત્ જે સર્વથા અસત્ જ છે તેવી સર્વથા અપૂર્વ જ વસ્તુ ઉત્પન્ન થાય છે. એમ પ્રતિક્ષણે અપૂર્વ અપૂર્વ વસ્તુ જ ઉત્પન્ન થાય છે. જે જે કાર્યો થાય છે. તે તે કાર્યો પૂર્વસમય વર્તી કારણોમાં છે જ નહી અને થાય છે. એમ માને છે તેથી તે અસત્કાર્યવાદી કહેવાય છે. જે કાર્ય પૂર્વેક્ષણમાં અતિ અવિદ્યમાન છે તે જ કાર્ય ઉત્તરક્ષણમાં થાય છે. આવી માન્યતા હોવાથી પ્રથમસમયવર્તી જે પદાર્થ છે જ પર્વતે જ પદાર્થ ઉત્તરક્ષણમાં ન મવતિ હોતો નથી એવું તે બૌદ્ધો માને છે. તેથી સ પત્ર ન મવતિ'' આ બૌદ્ધનો મુખ્ય સિદ્ધાન્ત છે.
સાંખ્ય, નૈયાયિક અને વૈશેષિક આદિ દર્શનકારો સત્કાર્યવાદી છે. તેઓની માન્યતા એવી છે કે જે પૂર્વસમયવર્તી કારણ દ્રવ્ય છે. તેમાં કાર્ય સત્તાગતભાવે રહેલું જ છે. મૃપિંડમાં ઘટકાર્ય સત્ છે. તો જ થાય છે. તલમાં તેલ કાર્ય સત્ છે તો જ થાય છે. તથા ઘટકાર્યના અર્થી જીવો મૃત પિંડને જ શોધે છે. અને તેલના અર્થી જીવો તલને જ લાવે છે. કારણ કે તે તે કારણમાં તે તે કાર્ય સત્ છે. આમ સત્કાર્યવાદને માને છે. તેથી તેઓનું એમ માનવું છે કે- “સ વ મચથા મવતિ"= જે પૂર્વેક્ષણમાં મૃત્ પિંડ છે સ વ તે જ મૃત પિંડ ગાથા મવતિ= અન્યથા એટલે ઘટરૂપે બને છે એવી જ રીતે જે પદાર્થ તલ છે તે જ પદાર્થ અન્યથા એટલે તેલ રૂપે બને છે. આમ “સ પર અન્યથા મવતિ''=આ સિદ્ધાન્ત સત્કાર્યવાદી એવા સાંખ્યાદિનો છે. અને “સ વ ન મતિ" આ સિદ્ધાન્ત અસત્કાર્યવાદી એવો બૌદ્ધનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org