________________
૫૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૧ आग्रही बत निनीषति युक्तिं, तत्र यत्र मतिरस्य निविष्टा । પક્ષપાતરહિતી તુ યુવતર્યત્ર તત્ર તિતિ નિવેમ્ | || શ્રી હરિભદ્રસૂરિજી | मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । તમવિતિ પુચ્છન, તુછાદન:વપ: | શ્રી ય. ઉ. કૃત અધ્યાત્મોપનિષદ્ |
અર્થ = આગ્રહી મનુષ્ય યુક્તિને ત્યાં લઈ જાય છે. જ્યાં તેની પોતાની બુદ્ધિ સ્થિર થયેલ હોય છે. પરંતુ પક્ષપાત વિનાનો જીવ તો જ્યાં યુક્તિ બેસતી હોય છે. ત્યાં જ મતિને પ્રવેશ આપે છે.
મધ્યસ્થ આત્માનું મન રૂપી વાછરડુ યુક્તિ રૂપી ગાયને અનુસરે છે. પરંતુ તુચ્છ (કદાગ્રહ)વાળું મન રૂપી વાંદરું તે ગાયને પૂંછડાથી ખેંચે છે.
() ગુરુદેવદ્વિજપ્રિય = આ કુલયોગી આત્માઓને ધર્મતત્ત્વ પમાડનારા ગુરુ અને દેવ અતિશય પ્રિય હોય છે. કારણકે આ આત્મા અનાદિકાળથી જન્મ-મરણરોગ-શોક-ભય આદિ અનેક પ્રકારની મહા-ઉપાધિઓવાળા આ સંસારમાં ઘણો દુઃખી જ દુ:ખી થયેલો છે. તેને ધર્મતત્ત્વ સમજાવવા દ્વારા વાસ્તવિક ઉપકાર કરી દુઃખોમાંથી જો કોઈ મૂકાવનાર હોય તો આ ગુરુ અને દેવ છે. તેથી તેઓ ઉપર આ જીવને અત્યન્ત સ્નેહ ઉત્પન્ન થાય છે.
જેમ કે (૧) કોઈ માણસ ભયંકર શારીરિક રોગોથી પીડાતો હોય. મૃત્યુશધ્યામાં જ પડયો હોય ત્યારે કોઈ સુવૈદ્ય ઉત્તમ ઔધષ આપી તે રોગીને જો સાજો કરે તો જીવિતદાન આપનારા એવા તે વૈદ્ય ઉપર નિરોગી થનાર પુરુષને અનહદ હાલ ઉપજે છે. તેવી રીતે કુલયોગી મહાત્માને પરમ ઉપકારી એવા ગુરુ, દેવ ઉપર અતિશય વ્હાલ ઉપજે છે. કારણ કે સાંસારિક દુઃખો અને બંધનો રૂપી રોગોથી તે છોડાવનાર છે.
(૨) કોઈ અતિશય દરિદ્ર, ભિખારી હોય કે જેને રહેવા-ખાવા-પીવા-પહેરવા આદિની કોઈ પણ જાતની અલ્પ પણ સામગ્રી ન હોય. દરિદ્રતાના દુઃખથી પીડાતો હોય તેવા ભિખારીને કોઇ દયાળુ પુરુષ નોકરી-ધંધો આપી લાઈને ચડાવે અને અત્યન્ત ધનવાન બનાવે, તેના દારિત્ર્યનું દુઃખ કાપી નાખે તો તે ભિખારીને ધનવાન બનાવનારા તે દયાળુ પુરુષ ઉપર જેમ અતિશય પ્રીતિ વધે, તેમ આત્માની અનંત સંપત્તિ પમાડનારા ગુરુ અને દેવ ઉપર આ કુલયોગીને અપાર પ્રીતિ થાય છે.
(૩) કોઇ મહાભયંકર અટવીમાં ભૂલા પડેલા, ચારે તરફ અહીં તહીં અથડાતા, મુંઝાયેલા અને ભયભીત થયેલા મુસાફરને કોઈ દયાળુ, રસ્તાનો જાણકાર પુરુષ મળી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org