________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૫૯
ગાથા : ૨૧૧-૨૧૨
આ પ્રમાણે આ કુલયોગી મહાત્માઓનાં આ છ લક્ષણો છે. આવા પ્રકારના છ લક્ષણોથી યુક્ત એવા કુલયોગી જીવો આ ગ્રંથ ભણવાના અધિકારી છે. ।। ૨૧૧ प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं, शुश्रूषादिगुणान्विताः ॥ २१२ ॥
=
ગાથાર્થ જેઓ બે યમના આશ્રયવાળા હોય છે અને બાકીના બે યમના અતિશય અર્થી હોય છે તથા શુશ્રુષા વગેરે ગુણોથી યુક્ત હોય છે. તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. ॥ ૨૧૨ ॥
ટીકા -‘“પ્રવૃત્તવાસ્તુ પુન: '' િિવશિષ્ટા મવન્તીત્યાદ-‘‘યમથક્ષમા-શ્રવાઃ '' इच्छायमप्रवृत्तियमाश्रया इत्यर्थः । “शेषद्वयार्थिनः ’- स्थिरयमसिद्धियमद्वयार्थिन ફત્તુવન્ત મતિ । ‘‘અત્યન્ત’” મનુપાયપ્રવૃત્ત્પતિ, અત વાદ-‘“શુશ્રૂષાતિ-ગુણાન્વિતા: ''शुश्रूषाश्रवणग्रहणधारणाविज्ञानोहापोहतत्त्वाभि-निवेशगुणयुक्ताः ॥ २१२॥
વિવેચન :- ગોત્રયોગી અને કુલયોગી સમજાવીને હવે આ ગાથામાં “પ્રવૃત્તચક્ર” નામના ત્રીજા યોગીનું સ્વરૂપ સમજાવે છે. જે મહાત્માઓ યોગદશા સંબંધી ચક્રોમાં પ્રવર્ત્યા છે. જેમનામાં યોગનાં ચક્રો ગતિમાન થયાં છે. તેવા આત્માઓ “પ્રવૃત્તચક્ર” કહેવાય છે. તેમનાં મુખ્યત્વે ત્રણ લક્ષણો આ ગાથામાં સમજાવ્યાં છે. (૧) ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ એમ બે યમનો આશ્રકરનારા, (૨) સ્થિરતાયમ અને સિદ્ધિયમના અત્યન્ત અર્થી, અને (૩) શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત. આવા પ્રકારનાં ત્રણ લક્ષણોવાળા “પ્રવૃત્તચક્રયોગી” કહેવાય છે તે ત્રણે લક્ષણોનો ભાવાર્થ આ પ્રમાણે છે.
(૧) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે. જે મિત્રાદૃષ્ટિમાં સમજાવ્યા છે.તે પાંચેના (૧) ઇચ્છા (૨) પ્રવૃત્તિ (૩) સ્થિરતા અને (૪) સિદ્ધિ એમ ચાર-ચાર ભેદ કરતાં કુલ ૨૦ ભેદો થાય છે. ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિનું વર્ણન આ જ શાસ્ત્રમાં આગળ ગાથા ૨૧૫થી ૨૧૮માં આવે જ છે. છતાં સંક્ષેપમાં આ પ્રમાણે છે.
(૧) ઇચ્છાયમ
ધર્મકરવાની ઉત્કટ ઇચ્છા. તેથી જ ધર્મી જીવોની કથા ઉપર અતિ પ્રેમ.
(૨) પ્રવૃત્તિયમ
ધર્મકાર્યમાં-અહિંસાદિ પાંચ યમોનું સમતાપૂર્વક પાલન.
(૩) સ્થિરતાયમ= અહિંસાદિ યમોના પાલનમાં નિરતિચાર પૂર્વક સ્થિર થવું. (૪) સિદ્ધિયમ ઉત્કટપણે અહિંસાદિના પાલનથી તેના અચિન્ત્યપ્રભાવને લીધે પરોપકાર કરવાપણું.
Jain Education International
=
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org