________________
ગાથા : ૨૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૬૩ રૂ૦ પાડયો:સૂ૦)તિ વૈદ્યનાન્ ! “તછવિતર્ષિથn:' પ્રત્યેમિચ્છાથમાં: प्रवृत्तियमाः स्थिरयमाः सिद्धियमा इति ॥२१४॥
વિવેચન :- અહીં લોકમાં અહિંસાથી પ્રારંભીને અપરિગ્રહ સુધીના પાંચ યમ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચને સાંખ્યાદિ ઈતર દર્શનોમાં યમ કહેવાય છે. જૈનદર્શનમાં વ્રત કહેવાય છે. બૌદ્ધદર્શનમાં શીલ કહેવાય છે એમ જુદા જુદા દર્શનોમાં નામભેદ હોવા છતાં અર્થભેદ નથી. તથા બધા જ દર્શનોને જુદા જુદા નામે પણ આ પાંચ યમ માન્ય હોવાથી સર્વ શાસ્ત્રોમાં સાધારણ (સમાન રીતે સ્વીકૃત) થયેલ હોવાથી સુપ્રસિદ્ધ છે. જે સુપ્રસિદ્ધ હોય છે તેને વધારે સમજાવવાનું હોતું નથી. આ પાંચે યમો સર્વદર્શનમાન્ય, સર્વસમ્મત છે. તે પાંચે દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે.
(૧) કોઇપણ જીવની હિંસા ન કરવી. તે અહિંસા યમ છે. “માં હિંસ્થ7 સવ મૈતાનિ'' આવું વેદવચન છે. “પ્રમત્તયો~િાવ્યા પur હિંસા'' એવું તત્ત્વાર્થકારનું વચન છે. પ્રમાદયોગ એ મહત્ત્વનું પદ છે. પ્રમાદયોગથી (મન-વચન-કાયાના પ્રમાદથી) જે પ્રાણોનો વિનાશ કરાય તે હિંસા કહેવાય છે. પાંચ ઇન્દ્રિય આદિ દ્રવ્યપ્રાણોનો વિનાશ કરાય તે દ્રવ્યહિંસા અને જ્ઞાનાદિ ગુણો રૂપ ભાવ પ્રાણોનો વિનાશ કરાય તે ભાવહિંસા. બન્ને પ્રકારની હિંસાનો ત્યાગ અર્થાત્ હિંસાથી નિવૃત્તિ કરવી. હિંસાથી ઉપરમ કરવો તે અહિંસા યમ કહેવાય છે. કષાય અને વાસનાના ત્યાગવાળી આત્માની શુદ્ધ પરિણતિ તે ભાવ અહિંસા છે.
(૨) જે વસ્તુ જેમ છે. તે વસ્તુ સંબંધી તેમ વર્ણન કરવું તે સત્ય, યથાર્થ બોલવું. કપટ-માયા રહિતપણે બોલવું. સને સત્ અને અસત્ને અસત્ કહેવું. પરનો ઉપકાર થાય તેવું બોલવું. હિતકારી, પરિમિત, યથાર્થ વચન બોલવું. મન-વચન-કાયામાં ભેદ રાખ્યા વિના બોલવું. આગમશાસ્ત્રોના અનુસારે બોલવું. તે સત્ય.
(૩) પારકી વસ્તુ તેની સમ્મતિ વિના લેવી નહી. ચોરી કરવી નહી. પરધનહરણ કરવું નહી. કોઇની પણ અણદીધી વસ્તુ સ્વીકારવી નહી. તે અસ્તેય.
(૪) મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. વિષયસેવન કરવું નહીં. પાંચે ઇન્દ્રિયનાં વિષયસુખો કામોત્તેજક છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા કામોત્તેજક કથાઓ કરવી નહીં. વાસનાવર્ધક શાસ્ત્રો વાંચવાં નહી તથા તેવા દુષ્ટ માણસોનો સંસર્ગ-પરિચય અને સહવાસ કરવો નહી તે બ્રહ્મચર્ય.
(૫) ધન-ધાન્ય, ક્ષેત્ર વાસ્તુ ઇત્યાદિ નવ પ્રકારના પૌગલિક પરિગ્રહનો ત્યાગ કરવો. તેની માલિકી રાખવી નહીં. સર્વ વસ્તુઓથી પર રહેવું નવવિધ બાહ્ય પરિગ્રહનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org