________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૪-૨૧૫
૫૬૪
ત્યાગ તે દ્રવ્ય અપરિગ્રહ. તથા મમતા-મૂર્છાનો ત્યાગ કરવો. આસક્તિ ત્યજી દેવી, ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહનો ત્યાગ તે ભાવથી અપરિગ્રહ કહેવાય છે.
યમ એટલે નિવૃત્તિ કરવી. ઉપ૨મ કરવો. અર્થાત્ ત્યાગ કરવો. હિંસા આદિ પાંચે પ્રકારના પાપોની નિવૃત્તિ કરવી, પાપોનો ઉપરમ ક૨વો. તે અહિંસા આદિ પાંચ યમ જાણવા. તે પાંચે યમના ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર-ચાર ભેદ ગણતાં કુલ યમના ૨૦ ભેદો થાય છે. અહિંસા આદિ પાંચ પ્રકારના વ્રતોને લેવાની-પાળવાની અને જીવનમાં આત્મસાત્ કરવાની હાર્દિક સાચી ભાવના તે ઇચ્છાયમ, (૨) અહિંસા આદિ પાંચે વ્રતો ઉચ્ચરવાં-સ્વીકારવાં-પાળવાં અને જીવનમાં આત્મસાત્ કરવાં તે પ્રવૃત્તિયમ, (૩) તે પાળતાંપાળતાં તેમાં આવતાં વિઘ્નોને જીતીને વ્રતોમાં બરાબર સ્થિર થવું તે સ્થિરતાયમ, (૪) વિધિપૂર્વક હાર્દિક ભાવનાથી પાંચે વ્રતો યથાર્થ પાળીને તેમાં સફળતા પ્રાપ્ત કરવી તે સિદ્ધિયમ છે આ ઇચ્છાયમ આદિ ચારે પ્રકારના યમનું વધારે વિશેષ વર્ણન હવે પછીની ગાથા-૨૧૫ થી ૨૧૯ ક્રમશઃ આવે જ છે. ॥ ૨૧૪
एतेषां विशेषलक्षणमाह
ઇચ્છાયમ આદિ આ ચાર યમનું વિશેષ લક્ષણ જણાવે છે. तद्वत्कथाप्रीतियुता, तथाऽविपरिणामिनी ।
यमेष्विच्छाऽवसेयेह, प्रथमो यम एव तु ॥ २१५॥
ગાથાર્થ = યમવાળા મહાત્માઓની કથાના પ્રેમથી યુક્ત વિપરીત પરિણામ પામવાના સ્વભાવથી રહિત એવી અહિંસાદિ પાંચે પ્રકારના યધર્મોને સ્વીકારવાની જે ઇચ્છા તે પ્રથમ ઇચ્છાયમ જાણવો. ॥ ૨૧૫ |
ટીકા -‘તથાપ્રીતિયુતા' યમવથાપ્રીતિયુતા । ‘“તથાવિપત્તિગામિની ’’- તમાસ્થિત્યેન । ‘‘યમેવુ’’– ૩ક્તતક્ષણેષુ, ‘કૃચ્છાવસેયેહ ’' યમદ્ભ इयं च " प्रथमो यम एव तु" अनन्तरोदितलक्षणेच्छैवेच्छायम इति कृत्वा ॥ २१५ ॥
વિવેચન :- અહિંસા આદિ પાંચ વ્રતોને સ્વીકારવાની હાર્દિક જે સાચી ઇચ્છા થવી તે જ વાસ્તવિક ઇચ્છાયમ છે. આ અહિંસાદિ વ્રતો કેવાં સુંદર છે? નરકાદિ ગતિમાં પડતા જીવને બચાવનારાં છે. જીવનને શુદ્ધ કરનારાં છે. ઘણો જ ઉપકાર કરનારાં છે. અતિશય કલ્યાણ કરનારાં છે. આ ભવ અને પરભવ સુધારનારાં છે. જીવનને પાપોમાંથી અટકાવનારાં છે આવા પ્રકારના ચડતા પરિણામે વ્રતો લેવાની તીવ્ર ઝંખના થવી તે જ ઇચ્છાયોગ જાણવો. વ્રતો સ્વીકારવાની આ ઝંખના કેવી હોય છે ? તેનાં બે વિશેષણો ગાથામાં કહ્યાં છે. (૧) તથાપ્રીતિયુતા-જેમ
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org