________________
૫૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૧૧ સાચા ધર્મમાર્ગે ચડાવવાની અને સાંસારિક દુઃખોથી મુક્ત કરાવવાની ભાવ કરુણા પણ આ મહાત્માઓને વર્તે છે.
(૪) વિનીત = આ કુલયોગી મહાત્માઓ અતિશય વિનયવંત હોય છે વિનય ગુણથી નમ્ર સ્વભાવવાળા હોય છે. પરંતુ અભિમાનથી અક્કડ હોતા નથી. આત્મામાં યોગદશા મેળવવી હોય તો વિનયગુણ અતિશય આવશ્યક છે. એમ તેઓ સમજે છે. જ્ઞાની ગીતાર્થોની સેવા કરે છે. સામા જવું, આસન પાથરી આપવું, તેઓ બેઠા પછી બેસવું, ઉઠીને જાય ત્યારે વોળાવા જવું, બેઠા હોય ત્યારે શરીરસેવા કરવી. ઇત્યાદિ વિનય સાચવે છે. ગુણી પુરુષોને જોઇને ઘણા જ રાજી થાય છે. પરંતુ મનમાં ઈર્ષા, દ્વેષ કે અદેખાઈ કરતા નથી.
સપુરુષોની અને તેઓનાં વચનામૃતોની યથાશક્તિ સેવા-ભક્તિ-બહુમાન અને સત્સાધનાનું ગૌરવ કરે છે. તેઓ જ મારા આત્માના કલ્યાણને કરનારા છે. અપાર સંસારસાગરથી તારનાર છે. તેઓનો પુનઃ મેળાપ અત્યન્ત દુર્લભ છે. ઈત્યાદિ ઉચ્ચકોટિના પરિણામ પૂર્વક વિનય ગુણ યુક્ત વર્તે છે.
(૫) બોધવાળા = સન્દુરુષોના પરિચયથી સાચા બોધને ધારણ કરનારા હોય છે. યોગીઓના કુલમાં જન્મેલા હોવાથી જન્મથી જ યોગધર્મના જાણકાર છે. તથા સતત તેની આસેવના દ્વારા દેહથી હું ભિન્નતત્ત્વ છે. આ મારો આત્મા અખંડદ્રવ્ય છે અનંત જ્ઞાનાદિ ગુણસંપન્ન છે. સત્તાથી શુદ્ધ-બુદ્ધ સ્વરૂપવાળો છે. મારે તે જ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. યોગધર્મ તેનું સાધન છે. આ પ્રમાણે સાધ્ય-સાધનદારને જાણનારા આ યોગીઓ હોય છે.
(૬) યતેન્દ્રિયતા = આ કુલયોગીઓ ઈન્દ્રિયોને જિતનારા હોય છે પોતે ઇન્દ્રિયોને વશ થતા નથી. પરંતુ ઇન્દ્રિયો પોતાને વશ રાખે છે. તેઓ ઇન્દ્રિયોના ગુલામ બનતા નથી. પરંતુ ઇન્દ્રિયોને પોતાની ગુલામ કરીને રાખે છે. ઇન્દ્રિયો રૂપી તોફાની ઘોડાઓને “સંયમ” રૂપી લગામ વડે બાંધીને મન રૂપી સારથી દ્વારા પોતે સ્વભાવ રમણતા રૂપ રથમાં બેસીને મુક્તિનગર તરફ પ્રયાણ કરે છે. પતંગ, માછલું, ભમરો, હરણ અને હાથી એક એક ઇન્દ્રિયના ગુલામ બન્યા તો પણ વિનાશને પામ્યા, તે જાણીને જો હું પાંચ ઇન્દ્રિયોનો ગુલામ થઇશ તો મારું શું થશે? ઇત્યાદિ વિચારો કરીને ઇન્દ્રિયોને જીતે છે. મહાપુણ્યોદયથી મળેલી આ પાંચ ઇન્દ્રિયોને ધર્મના કાર્યમાં યુજીને તેનો સદુપયોગ કરે છે. શ્રોત્રથી ભગવાનની વાણી સાંભળવા દ્વારા, ચલુથી પ્રભુપ્રતિમાનાં દર્શન કરવા દ્વારા, રસનાથી પ્રભુના ગુણ ગાવા દ્વારા, સ્પર્શનેન્દ્રિય દ્વારા પ્રભુપૂજા-ગુરુસેવા આદિ કરવા વડે ઇન્દ્રિયોનું સાફલ્ય પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે
ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાનો ફળ લીધો રે || દેવચંદ્ર કહે હારા મનનો, સકળ મનોરથ સીધો રે | શ્રી દેવચંદ્રજી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org