________________
ગાથા : ૨ ૧૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
પપ૭ અને સીધો સુંદર સડક જેવો રસ્તો બતાવી રાજમાર્ગ ઉપર ચડાવે તો તે મુસાફરને તે દયાળુ પુરુષ ઉપર અપાર પ્રીતિ ઉપજે છે. તેમ આ કુલયોગીને સંસારરૂપી અટવીમાંથી પાર પામવાનો રસ્તો બતાવનાર ગુરુ અને દેવ ગમી જાય છે.
(૪) ઘણા જ ઉંચે ઉછળતા તરંગોવાળા, મગરમચ્છાદિ અનેક જળચર જીવોથી ભરપૂર, અને અતિશય ઊંડા મહાસાગરમાં પડેલા, જીવને જો કોઈ તારૂ બચાવી લે, તેનો હાથ ઝાલી દરિયાકિનારે પહોંચાડી દે, તો તે જીવને તે તારૂ ઉપર અત્યન્ત પ્રેમ અને બહુમાન ઉપજે છે. તેવી રીતે આ ભીષણ ભવસાગરમાં ડૂબેલા જીવને તરવાનો માર્ગ બતાવનાર અને તારનાર ગુરુ તથા દેવ ઉપર આ કુલયોગીને અપાર પ્રેમ અને બહુમાન ઉપજે છે. આ પ્રમાણે આ કુલયોગીને ઉત્તમ ધર્મ-માર્ગ બતાવનાર અને આત્મહિત કરાવનાર કલ્યાણ મિત્ર સમાન દેવ અને ગુરુ ઉપર અપાર પ્રીતિ જન્મે છે.
દ્વિજ ઉપર પણ આ કુલયોગીને બહુ પ્રેમ હોય છે. દ્વિજ એટલે બે વાર છે જન્મ જેનો તે જિ. માતાની કુક્ષિથી જે જન્મ થાય તે ભવ સંબંધી પ્રથમ જન્મ અને સંસ્કારો યુક્ત જે જન્મ તે બીજો જન્મ. બ્રાહ્મણોમાં જનોઇના સંસ્કારો થતા હોવાથી દ્વિજ શબ્દનો અર્થ લોકમાં બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે. અહીં સમ્યગ્દર્શન આદિ સંસ્કારો જેમનામાં આવ્યા છે. તેવા સંસ્કારવિશિષ્ટ જીવો પ્રધાનતાએ “દ્વિજ શબ્દથી” લેવાના છે. તેવા ગુણીયલ સંસ્કારી સાધર્મિક જીવો કે જે સંસ્કારવાળા બનવાથી દ્વિજ કહેવાય છે. તેઓ ઉપર આ કુલયોગી મહાત્માઓને ધર્મસંસ્કારના કારણે અપૂર્વ પ્રેમ હોય છે. તથા બ્રાહ્મણો પણ બીજી જાતિના જીવો કરતાં સંસ્કારી હોવાથી બ્રાહ્મણો ઉપર પણ પ્રેમ હોય છે.
જો કે અહીં સામાન્ય બ્રાહ્મણ લેવાનો આશય નથી. પરંતુ સંસ્કારી બ્રાહ્મણ લેવાના છે તે કેવા હોય છે? તેના માટે કહ્યું છે કે
जात्या कुलेन वृत्तेन, स्वाध्यायेन श्रुतेन च ।
एभिर्युक्तो यस्तिष्ठेन्नित्यं स द्विज उच्यते ॥ १॥ આ પ્રમાણે આ કુલયોગી જીવો ગુરુ, દેવ અને દ્વિજ પ્રિય હોય છે.
(૩) દયાળુ = આ કુલયોગી મહાત્માઓ અતિશય દયાળુ હોય છે. દયાગુણ એમના જીવનમાં સ્વભાવભૂત થઈ ગયો હોય છે. કોઈ પણ દુઃખી-દીન અને દરિદ્રી જીવને જોઈને હૈયામાં અનુકંપા પ્રગટે છે. પારકાના દુઃખે દુઃખી દુઃખી થઈ જાય છે. તેથી જ તેઓના દુઃખ- છેદનની તીવ્ર ઇચ્છા વર્તે છે. શકય એવા સર્વ ઉપાયોથી દુ:ખીઓના દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરે છે. પરદુઃખછેદન રૂપ કરુણા આ મહાત્માઓને હોય છે. ભાવ કરુણા પણ વર્તે છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org