________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૫૫
ગાથા : ૨૧૦-૨૧૧
પરંતુ યોગિઓના કુલમાં જન્મવા છતાં જે માત્ર ગોત્રયોગી જ છે. યોગધર્મની પ્રીતિ વિનાના છે. તેવા અપર જીવો આ ગ્રંથ ભણવાના અધિકારી નથી. ।। ૨૧૦ ||
एतद्विशेषलक्षणमधिकृत्याह -
આ કુલયોગીના વિશેષલક્ષણને આશ્રયી કહે છે–
सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः ।
दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः ॥ २१९ ॥
ગાથાર્થ = આ કુલયોગી મહાત્માઓ સર્વસ્થાને અદ્વેષવાળા હોય છે. ગુરુ, દેવ અને દ્વિજ છે પ્રિય જેને એવા હોય છે. તથા આ કુલયોગી જીવો દયાળુ, વિનીત, જ્ઞાની, તથા ઇન્દ્રિયોના નિગ્રહવાળા હોય છે. ।। ૨૧૧ ॥
ટીકા-‘‘સર્વત્રાદેષિળશ્રુતે ’તથાઽપ્રામાવેન, તથા‘ગુરુદેવદિનપ્રિયા’ધર્મપ્રભાવાત્ તથા ‘‘વાસ્તવ: ’’પ્રવૃત્યા વિષ્ટિપાપામાવેન, ‘‘વિનીતાજી’’શતાનુન્ધિમવ્યતા । તથા ‘‘નોધવન્તો’’પ્રન્થિમેવેન, ‘યતેન્દ્રિયા: ’’ચારિત્રમાવેન ॥ ૨॥
વિવેચન :આ કુલયોગી મહાત્માઓ યોગીઓના કુલમાં જન્મેલા તથા યોગ ધર્મને અનુસરનારા તો હોય જ છે. તદુપરાંત તેઓ કેવા હોય છે? તેનું વિશેષ વર્ણન આ ગાથામાં જણાવે છે. આ કુલયોગીઓ (૧) સર્વત્ર અદ્વેષી, (૨) ગુરુ, દેવ અને દ્વિજ ઉપર પ્રીતિવાળા, (૩) દયાળુ, (૪) વિનીત, (૫) જ્ઞાની, અને (૬) જિતેન્દ્રિય હોય છે. આ છ પ્રકારના લક્ષણોનું વિશેષ વર્ણન યુક્તિપૂર્વક આ પ્રમાણે છે.
(૧) સર્વત્ર અદ્વેષી = આ યોગીઓ સર્વ સ્થાને અદ્વેષી હોય છે. અર્થાત્ કોઇ પણ ઉપ૨ તેઓને દ્વેષ હોતો નથી. કારણ કે દ્વેષનું પ્રધાન કારણ મિથ્યા આગ્રહ છે. તથાઽપ્રામાવેન=આ કુલયોગીઓને યોગધર્મ ઉપર અતિશય પ્રેમ હોવાથી અને યોગધર્મ સંવેગ-નિર્વેદ પરિણામ સ્વરૂપ હોવાથી તેવા પ્રકારના ખોટા-ખોટા આગ્રહોનો અભાવ હોવાના કારણે કોઇના પણ ઉપર દ્વેષ હોતો નથી. પોતાના મતનો આગ્રહ જેને હોય છે તેને જ પોતાના મતથી વિરુદ્ધ વર્તનારા ઉપર દ્વેષ થાય છે. પોતાના પક્ષનો કદાગ્રહ એ જ મુખ્યત્વે દ્વેષ કરાવે છે. આગ્રહવાળો જીવ “મારું તે જ સાચું” એવું માને છે. તેથી જ તેને યેન કેન પ્રકારેણ સત્ય સિદ્ધ કરવા યુક્તિ લગાડે છે. તેમાં કોઇ વિરોધ કરે તો વિરોધ કરનારનું આવી જ બને છે. અને આ કુલયોગી આત્માઓ તેવા પ્રકારના કદાગ્રહ રહિત હોવાથી “સાચું તે મારું” એમ માનનારા હોય છે. એટલે જ વસ્તુતત્ત્વ સિદ્ધ કરનારી યુક્તિ જે બાજુ મળે છે તે બાજુ પોતાની બુદ્ધિને દોરે છે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org