________________
ગાથા : ૨૧0 યોગદૃષ્ટિ સમુચ્ચય
પપ૩ ગાથાર્થ = જે યોગિઓના કુલમાં જન્મ્યા છે. અને તેઓના ધર્મને અનુસર્યા છે. તેઓ કુલયોગી કહેવાય છે. બીજા ગોત્રયોગી હોવા છતાં પણ તેઓને કુલયોગી કહેવાતા નથી. || ૨૧૦ |
ટીકા -“જે યોનિનાં સ્રને ગતિ" નેનૈવ, “તદ્ધિનુIRIJ''જિનતા8 “” પ્રત્યડચેf “નોન ઉચ્ચત્તે” રૂતિ થ દ્રવ્યો મવતૐ | “ોત્રવત્તોપ'' સામાન્ચન ભૂમિવ્યા 1પ “નારે'' યોનિ રૂતિ છે ર૦ |
વિવેચન :- જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે એટલે જન્મથી જ યોગધર્મના સંસ્કાર પામ્યા છે. બાલ્યવયથી જ સંવેગ-નિર્વેદભાવવાળા પરિણામ જેઓના છે તથા તે યોગીઓના ધર્મને જેઓ પામ્યા છે. જીવનમાં યથાયોગ્ય યોગધર્મ પ્રાપ્ત કરવા જેઓ ઉત્સુક છે. અને પ્રયત્નશીલ છે. તે સર્વે કુલયોગી કહેવાય છે. તથા જેઓ પૂર્વબદ્ધાયુષ્યના કારણે યોગીઓના કુળમાં જન્મ્યા નથી. પરંતુ પ્રકૃતિએ જ=સહજભાવે જ યોગધર્મની પ્રીતિવાળા છે. યોગધર્મના પક્ષપાતવાળા છે. અને યથાશકય યોગધર્મ આચરવા પ્રયત્નશીલ છે, તે પણ કુલયોગી કહેવાય છે. આવા પ્રકારના આ કુલયોગી મહાત્માઓ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારના હોય છે. યોગીઓના કુલમાં જન્મ થયો એ દ્રવ્યથી. યોગીઓના ધર્મને અનુસરવાની ભાવના એ ભાવથી એમ બન્ને પ્રકારના લક્ષણવાળાને કુલયોગી કહેવાય છે. તથા યોગીઓના કુલમાં જન્મ થવા રૂપ દ્રવ્યલક્ષણ ન હોય પરંતુ તેઓના ધર્મને અનુસરવા સ્વરૂપ ભાવલક્ષણ હોય તો તેઓ પણ કુલયોગી કહેવાય છે. યોાિને જન્મવસ્વમૂત્રએ દ્રવ્યથી કુલયોગીનું લક્ષણ છે અને તદ્ધર્માનુરાતત્વએ ભાવથી કુલયોગીનું લક્ષણ છે. પરંતુ જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા હોય છતાં યોગીઓના ધર્મને અનુસરવાની બુદ્ધિ ન હોય તે કુલયોગી કહેવાતા નથી.
પૂર્વભવોમાં સુંદર યોગસાધના કરી હોય, આત્માને સંવેગાદિ પરિણામોથી સુવાસિત બનાવ્યો હોય, આત્મા ધર્મપરિણામમય બન્યો હોય, કષાયોની ઘણી મંદતા કરી હોય પરંતુ આયુષ્ય પૂર્ણ થઈ જવાથી તે ભવોમાં યોગસાધના અધૂરી રહી હોય એટલે નવો ભવ શરૂ થતાં જ ગતભવના યોગ-અભ્યાસના સંસ્કારના પ્રભાવે યોગના સંસ્કારો જાગૃત થયા હોય. બાલ્યવયથી જ આત્મા સંસારથી નિર્વેદ પામી મોક્ષની અભિલાષાવાળો બન્યો હોય અને ત્યાગધર્મ તરફ પ્રયાણ કરવા તત્પર બન્યો હોય તે સર્વે કુલયોગી કહેવાય છે. જેમ એક ગામથી બીજે ગામ દૂર દૂર જવા નીકળેલો પુરુષ રસ્તો ઘણો લાંબો હોવાથી વચ્ચે-વચ્ચે વિશ્રામો લે છે. રાતવાસો કરે છે. પરંતુ પ્રભાત થતાં જ બધો જ થાક દૂર થવાથી તાજા-માજો થયેલો તે જ પુરુષ પુનઃ વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org