________________
૫૫૨ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦૯-૨૧૦ (૩) પ્રવૃત્તચકયોગી = જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગદશાનો પ્રેમ તથા પક્ષપાત પણ
છે. શકય બને તેટલું યોગધર્મનું આસેવન કરવાનું કાર્ય પણ આદર્યું છે. અને આદરેલા કરતાં
અધિક યોગદશા મેળવવા જેઓની તીવ્ર ભાવના છે. તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. (૪) નિષ્પન્નયોગી=જે મહાત્માઓમાં પૂર્ણપણે યોગદશા વિકસી છે. જેઓએ પ્રયત્નવિશેષ કરીને
યોગદશા સિદ્ધ કરી લીધી છે. પરમયોગી બની ચુકયા છે. તે નિષ્પન્નયોગી કહેવાય છે.
ઉપરોક્ત ચાર પ્રકારના યોગીઓમાં બીજા અને ત્રીજા નંબરના કુલયોગી અને પ્રવૃત્તચક્રોગી મહાત્માઓને વાસ્તવિક યોગદશાનો પ્રેમ છે. આવા પ્રકારની યોગદશાનો સંપૂર્ણ પક્ષપાત છે. તેવી યોગદશા પોતાનામાં આવે તેવી તીવ્ર ઝંખના છે. ત્રીજા નંબરવાળાએ તો યથાશય યોગદશાની પ્રાપ્તિ માટે પ્રયત્નોનો પ્રારંભ પણ કર્યો છે. માટે આ બન્નેમાં યોગ્યતા હોવાથી ભાવિમાં યોગદશાની સિદ્ધિની સંભાવના હોવાથી આ બે પ્રકારના યોગીઓ જ આ ગ્રંથ ભણવાના અધિકારી છે.
ગોયોગીને યોગધર્મની પ્રીતિ કે પક્ષપાત જ નથી. તે તરફનું લક્ષ્ય જ નથી. તેથી યોગ્યતા જ ન હોવાથી ભાવિમાં યોગદશાની સિદ્ધિનો સંભવ નથી. તેથી યોગદશાનો અસિદ્ધિભાવ હોવાથી તે ગોત્રયોગી જીવો અનધિકારી જ છે. તથા ચોથા નંબરના જે નિષ્પન્નયોગી મહાત્માઓ છે. તેઓમાં યોગદશા સિદ્ધ થઈ ચૂકી હોવાથી હવે કંઈ મેળવવાનું બાકી ન હોવાથી તે જીવો પણ અનધિકારી જ છે મૂલશ્લોકની ચોથી પંક્તિમાં “તથfસયાદિમાવત:' આ પદમાં ગોત્રયોગીની અનધિકારિતામાં અસિદ્ધિભાવ હોવાથી એ હેતુ જાણવો. અને નિષ્પન્નયોગીની અનધિકારિતામાં સિદ્ધિભાવ હોવાથી એ હેતુ જોડવો. પ્રસિદ્ધિ શબ્દનો ૩ નિષ્પન્નયોગીમાં ન લેવો. નિષ્પન્નયોગીમાં અનધિકારતા જાણવા માટે “તથા સિદ્ધચમિાવત:"= પદ લેવું.
આ પ્રમાણે હોવાથી સર્વે યોગી માત્ર (ચારે પ્રકારના યોગીઓ) આ ગ્રંથના અધ્યયન માટે અધિકારી નથી. પહેલામાં યોગધર્મનો અસિદ્ધિભાવ હોવાથી અને ચોથામાં સિદ્ધિભાવ હોવાથી પહેલા અને છેલ્લાને મૂકીને વચ્ચેના બે પ્રકારના યોગી જીવો જ આ ગ્રંથ ભણવા માટે અધિકારી છે. તે ૨૦૯ / एतद्विशेषलक्षणमाह
આ યોગીઓનાં જ વિશેષલક્ષણો ગ્રંથકારશ્રી જણાવે છે.
ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नापरे ॥ २१०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org