________________
પપ૦ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦૮ प्रयोजनान्तरमप्याह
આ ગ્રંથની રચનાનું બીજું પ્રયોજન પણ જણાવે છે
कुलादियोगिभेदेन, चतुर्धा योगिनो यतः ।।
अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥ २०८॥ ગાથાર્થ = “કુલ યોગી આદિ યોગીઓના ભેદવડે જે કારણથી ચાર પ્રકારના યોગીઓ કહેલા છે. તેથી આ ગ્રંથ દ્વારા અંશે પરોપકાર પણ થશે જ. એમ માનવામાં કંઈ વિરોધ નથી. તે ૨૦૮ |
ટીકા-કૃત્યિજિમેન” ચેન્ન (ત્ર) છત્રપ્રવૃત્ત#િનિષ્પન્નયોનક્ષન “રાથf” a[MIST: “શિનો યતઃ” સમન્વેન, ‘તઃ' किमित्याह-"परोपकारोऽपि" तथाविधकुलादियोग्यपेक्षया, "लेशतो न विरुध्यते" मनागतोऽपि योगपक्षपातादिभावात् ॥ २०८॥
વિવેચન :- આ ગ્રંથની રચનાનું “આત્માનુસ્મૃતિ” એ જેમ એક પ્રયોજન છે. તેમ “અંશથી પરોપકાર” એ બીજું પ્રયોજન પણ છે. જો કે મુખ્ય પ્રયોજન તો આત્માનુસ્મૃતિ જ છે. પરંતુ સાથે સાથે ગૌણતાએ આ પ્રયોજન પણ અવશ્ય છે જ.
યોગનાં શાસ્ત્રોમાં ચાર પ્રકારના યોગીઓ જણાવેલ છે. (૧) ગોત્રયોગી, (૨) કુલયોગી, (૩) પ્રવૃત્તચયોગી, અને (૪) નિષ્પન્નયોગી. આ ચારે પ્રકારના યોગીઓમાંથી પહેલા ગોત્રયોગી અને ચોથા નિષ્પન્નયોગીને ત્યજીને વચ્ચેના કુલયોગી અને પ્રવૃત્તચયોગી એમ મધ્યના બે યોગીઓને આ ગ્રંથથી પરોપકાર થવાનો સંભવ છે.
આ બન્ને યોગીઓમાં “યોગાવસ્થા” પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા બીજરૂપે હોવાથી યોગપ્રાપ્તિ રૂ૫ ફળ અવશ્ય અંશથી સંભવે છે. જેમ બીજમાં અંકુરાદિની યોગ્યતા હોવાથી ઇલા, અનિલ અને જલનો યોગ પ્રાપ્ત થતાં અંકુરાદિ અવશ્ય પ્રગટે જ છે. તેમ કુલયોગી અને પ્રવૃત્તચયોગી આત્માઓમાં યોગદશાની યોગ્યતા હોવાથી આવા ગ્રંથોના પઠન-પાઠન અને સતત પરિશીલન આદિથી ક્રમશઃ અવશ્ય યોગદશા પ્રગટે જ છે. છેવટે વધારે વિકાસ થાય કે કદાચ (કાલવિલંબ હોય તો) ન પણ થાય તો પણ “યોગમાર્ગ પ્રત્યેનો પક્ષપાત” આદિ તો અવશ્ય થાય જ છે. યોગમાર્ગનો પક્ષપાત, તેનો હાર્દિક રાગ, જેનામાં યોગદશા આવી હોય તેના પ્રત્યે બહુમાન, યથાશક્તિ યોગમાર્ગનું સેવન ઈત્યાદિ લાભો તો અવશ્ય થાય જ છે. માટે આ ગ્રંથ અંશથી પરોપકાર માટે પણ અવશ્ય છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org