________________
૫૪૯
ગાથા : ૨૦૭
યોગદષ્ટિ સમુચ્ચય દૃષ્ટિભેદથી ચોગકથના
મિથ્યાત્વગુણસ્થાનકથી અયોગી કેવલી ગુણસ્થાનક પર્યન્ત જેમ આત્મિક ગુણોનો ક્રમશઃ વિકાસ દર્શાવાયો છે. તેવી જ રીતે અનાદિકાલીન મોહાધીન આત્માની ભોગસુખો તરફની જે દૃષ્ટિ છે. તે જન્મ-મરણ રૂપ સંસારને વધારનારી દૃષ્ટિ હોવાથી સર્વજીવોમાં સાધારણ રૂપ છે તેથી “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. તેમાંથી મોહની માત્રા ક્રમશઃ હીન-હીન થતાં ભોગસુખો તરફથી દૃષ્ટિ નાશ પામતી જાય છે અને આત્મગુણોના વિકાસ તરફ દષ્ટિ બંધાતી જાય છે. તેને “યોગદષ્ટિ” કહેવાય છે. તેનો ક્રમશઃ જે વિકાસ થાય છે. તે વિકાસને જ મિત્રો તારા, બલા, દીપ્રા આદિના નામથી ક્રમશઃ દૃષ્ટિભેદ રૂપે આ ગ્રન્થમાં વર્ણવેલ છે. સર્વકાર્યોમાં “દૃષ્ટિ” એ જ પ્રધાન તત્ત્વ છે. કારણ કે આ જીવની જે તરફ દૃષ્ટિ બંધાય છે. તે તરફ જ સર્વપ્રકારના પ્રયત્નપૂર્વકની પ્રવૃત્તિ પ્રવર્તે છે. આ આઠ દૃષ્ટિઓ દ્વારા ક્રમશ: યોગધર્મનો વિકાસ જ જણાવેલો છે. દૃષ્ટિની નિર્મળતા થતાં અનેક પ્રકારના દોષો જાય છે અને અનેક પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે. ધીમે ધીમે વિકાસ થતાં આ આત્મા સર્વકર્મ રહિત શુદ્ધ-બુદ્ધ થઇ મુક્તિપદ પામે છે. ગ્રંથ રચનાનું પ્રયોજન
ગ્રંથકારના રચાયેલા આ ગ્રંથથી અનેક ભવ્ય આત્માઓ ઉપર ઉપકાર અવશ્ય થયો છે. થાય છે. અને થશે જ. છતાં ગ્રંથકાર પોતે “માત્માનુસ્મૃતયે' કહીને જણાવે છે કે મેં આ ગ્રંથ મારા આત્માર્થની વારંવાર સ્મૃતિ માટે રચેલ છે. મારા આત્મામાં ઉપરોક્ત ભાવોની વિસ્મૃતિ ન થઈ જાય અને સદા કાળ સ્મૃતિ તાજી રહે તે માટે મેં આ ગ્રંથ બનાવ્યો છે. કેટલી ગ્રંથકારશ્રીની લઘુતા અને નિરભિમાનતા છે? પરનો ઉપકાર થતો હોવા છતાં “મેં પરના માટે આ પ્રયાસ કર્યો છે એવી મોટાઈ બતાવવાની અલ્પ પણ સ્પૃહા નથી. અથવા મેં તો આ તમારા માટે કર્યું છે. એમ કહીને પરની ઉપર એશાન રાખવાની પણ ભાવના નથી. પરના નિમિત્તે યશ ખાટવાની કે તે દ્વારા મોટા મેળવવાની સ્પૃહા વિનાના આ મહાત્મા પુરુષ છે. ધન્ય છે આવા ગુણ-ગરિષ્ઠ મહાત્મા યોગી પુરુષને.
આ પ્રમાણે દૂધમાંથી જેમ નવનીત કાઢવામાં આવે તેમ પાતંજલ આદિ અનેક યોગશાસ્ત્રોમાંથી સંક્ષેપ કરીને આ યોગદષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ પોતાના આત્માની સ્મૃતિ માટે સમુદ્ધત કરવામાં આવ્યો છે. | ૨૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org