Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 583
________________ ૫૪૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૭ ગ્રંથકારની મહત્તા અને વિશાળ ઉદારતા “પાતંજલ” આદિ અનેક યોગના શાસ્ત્રોમાંથી આ ગ્રંથ સંપે સમુદ્ધત કર્યો છે. આ વાક્યરચનાથી ગ્રંથકારશ્રીની લઘુતા, નિરભિમાનતા, કૃતજ્ઞતા, પ્રમાણિક્તા, નિર્દભતા, સરળતા, મહાનુભાવતા, ઉદારતા, અને નિરાગ્રહતા અતિશય સ્પષ્ટપણે ધ્વનિત થાય છે. સર્વ દર્શનો પ્રત્યે સમભાવની અને અન્યદર્શનકારો પ્રત્યે ગૌરવતાની પૂરી લાગણી વ્યક્ત થાય છે. કોઇપણ એક દર્શનના અનુયાયી આત્માઓ પ્રાયઃ કરીને અન્યદર્શનીઓના નામ માત્ર ઉપર પણ સુગ દાખવતા હોય છે. તેમના કહેલા ભાવોને “પરાયા” સમજીને માત્ર શેયભાવે જ જાણવા પ્રયત્ન કરતા હોય છે. અન્યદર્શનકારો પ્રત્યેની વાત તો બાજુમાં રાખીએ. પરંતુ જૈનદર્શનના જ અનુયાયી હોવા છતાં જો વિચારભેદ ધરાવતા હોય તો તે મિથ્યાત્વી છે. અજ્ઞાની છે. તેઓના ગ્રંથો તો વંચાય જ નહીં ઇત્યાદિ કહીને આપણે કેટલીક વખત ઘણો અંતર્લેષ રાખતા હોઇએ છીએ. પરંતુ આ મહાત્મા પુરુષે આ જ ગ્રંથની ૧૦૦મી ગાથાની ટીકામાં અને યોગબિંદુની 200મી ગાથાની ટીકામાં પતંજલિ ઋષિ અને ગોપેન્દ્ર મુનિ પ્રત્યે કેટલો ગૌરવવાળો ભાવ પ્રદર્શિત કર્યો છે. યોગદશામાં વિકાસ પામેલા મહાત્માઓને આવા તુચ્છ ભેદો સ્પર્શતા નથી. સર્વજીવોમાં રહેલા ઉત્તમ ગુણો પ્રત્યે જ આ મહાત્માઓની દૃષ્ટિ હોય છે. ૧૪૪૪ ગ્રંથો રચનારા, અનેક શાસ્ત્રોનું દોહન કરનારા, અને પ્રખર વિદ્વાન એવા આ સૂરિપુંગવ જૈનાચાર્ય પરદર્શનના યોગાચાર્યો પ્રત્યે કેટલો ગૌરવવાળો ભાવ હૃદયમાં રાખે છે. તે ઉપરના વાક્યથી સમજાય છે. આ મહાન ઉદારતા કહેવાય- નિષ્કપટ ભાવ કહેવાય. ખરેખર આ આચાર્ય મહારાજશ્રી સર્વદર્શનો પ્રત્યે અતિશય સમભાવવાળા છે. રાગ-દ્વેષથી પર છે. આ જ તેઓશ્રીની મહાનતા છે. વિશાળતા છે. યોગમાર્ગમાં આરૂઢ થયેલા યોગી મહાત્માઓને પોતાનો સિદ્ધાન્ત કે પારકો સિદ્ધાન્ત એવો મુદ્દભેદ હોતો નથી. મતદર્શનના આગ્રહો અને કદાગ્રહો પણ હોતા નથી. જે જે માર્ગ હિતકારી હોય છે તે તે સ્વીકારે છે અને શેષમાર્ગ છોડી દે છે. પરંતુ કોઇના પણ પ્રત્યે અંતર્વેષ રાખતા નથી. યોગબિંદુમાં કહ્યું છે. કે आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ ५२५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630