________________
ગાથા : ૧૯૮-૧૯૯ યોગદષ્ટિ સમુચ્ચય
૫૩૫ ક્ષણિકવાદ કે જે મુખ્યત્વે બૌદ્ધનો મત છે. તેનું ખંડન કરીને હવે પછીના શ્લોક ૧૯૮ થી ૨૦૩ સુધીના શ્લોકોમાં નિયાયિક, વૈશેષિક અને સાંખ્યના માનેલા એકાન્ત નિત્યવાદનું ખંડન આ શ્લોકથી ગ્રંથકાર સમજાવે છે
આ આત્માને એકાન્ત નિત્ય માનવાથી આ સંસારી જીવમાં રહેલા ભવભાવની (સંસારી જન્મ-મરણાદિ અવસ્થાની) નિવૃત્તિ જો નહી માનો તો તે આત્મા મુક્તાવસ્થાને પામે છે તે કલ્પના સર્વથા અયુક્ત જ ઠરશે. કારણ કે ભવભાવની નિવૃત્તિ થયા વિના મુક્તાવસ્થા આવી શકતી નથી. માટીના બનેલા ઘટમાંથી જ્યાં સુધી ઘટાવસ્થા નિવૃત્ત થતી નથી, ત્યાં સુધી કપાલ અવસ્થા આવતી નથી. સોનાના કંકણમાથી કંકણ અવસ્થા નિવૃત્તિ પામતી નથી ત્યાં સુધી કેયૂરાવસ્થા આવતી નથી. માટે પૂર્વાવસ્થાની નિવૃત્તિ વિના ઉત્તરાવસ્થાની કલ્પના કરવી તે અયુક્ત છે.
એકાનિત્યવાદીઓના મતે એકાન્તનિત્યનું (એકાન્ત એક સ્વભાવવાળાનું) આવું જ લક્ષણ છે કે જે અપ્રશ્રુત હોય, જે અનુત્પન્ન હોય અને જે સ્થિર એકસ્વભાવાત્મક હોય તે જ નિત્ય કહેવાય છે એટલે કે જે દ્રવ્યમાં નાશ અને ઉત્પાદ ન હોય અને સ્થિર એક સ્વભાવ જ હોય તે જ એકાન્તકસ્વભાવાત્મક કહેવાય છે. જે કારણથી નિત્યનું આવું લક્ષણ છે. તેથી આ આત્માની સંસારી અને મુક્ત નામવાળી બે અવસ્થાઓ સંભવતી નથી. કારણ કે જો આવી બે અવસ્થા એક આત્માની થાય તો તેઓના માનેલા એકાન્ત એકસ્વભાવપણાનો વિરોધ જ આવે. આત્માની સંસારી અવસ્થા નાશ પામીને મુક્તાવસ્થાનો ઉત્પાદ જો થતો હોય તો એકાન્તકસ્વભાવતા રહેતી નથી. અર્થાત્ એકાન્તનિત્યતા રહેતી નથી. અને જો એકાન્તનિત્ય માનીએ તો સંસારી વની ભવભાવાવસ્થા સદા ધ્રુવ હોવાથી તેની નિવૃત્તિ થશે નહીં અને ભવભાવાવસ્થાની નિવૃત્તિ થતી ન હોય તો “તે આત્મા મુક્તિને પામ્યો” એમ બને જ નહીં. એકાન્ત એકસ્વભાવવાળા દ્રવ્યની બે અવસ્થાઓ કયાંય પણ અને કયારે પણ ન હોય. અને જે આત્મા સંસારી છે તે જ મુક્તિપદ પામે છે. માટે સંસારીભાવની નિવૃત્તિ અને મુક્તિપદની ઉત્પત્તિ અવશ્ય છે જ. તેથી દ્રવ્ય એકાન્ત એકસ્વભાવવાળું (અર્થાત્ એકાન્ત નિત્ય) નથી જ. ૧૯૮ ||
तदभावे च संसारी, मुक्तश्चेति निरर्थकम् ।
तत्स्वभावोपमर्दोऽस्य, नीत्या तात्त्विक इष्यताम् ॥ १९९॥ ગાથાર્થ = અવસ્થાયનો અભાવ માન્ય છતે “સંસારી અને મુક્તાવસ્થા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org