________________
૫૩૮
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦૦-૨૦૧ સહજમલ = રાગ-દ્વેષ-કષાય અને હાસ્યાદિ મોહાત્મક અંતરંગ મેલ. (ભાવમલ) ભવાધિકાર = સંસારીભાવોનું પ્રાબલ્ય, સાંસારિક અવસ્થાની તીવ્રતા.
આ દિદ્રક્ષા આદિ આત્મામાં આત્મભૂત સહજ સ્વભાવ રૂપ છે કાલ્પનિક નથી, તો પણ પ્રયત્નવિશેષથી તે નિવર્તન પામવાને યોગ્ય છે. આ દિક્ષા આદિ ભાવો જ (આત્મામાં રહેલી કર્મબંધની યોગ્યતા આદિ જ) પ્રધાનાદિ પરિણતિનો હેતુ છે. પ્રધાન એ શબ્દ સાંખ્યદર્શનનો છે. અને દિક્ષા એ શબ્દ પણ સાંખ્યદર્શનનો છે. તેઓની ભાષા પ્રમાણે દિદૃક્ષા એ પ્રધાન પરિણતિનું કારણ છે. એટલે જૈન દર્શનની પરિભાષા પ્રમાણે આત્મામાં રહેલી કર્મબંધની જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગાત્મક યોગ્યતા છે. તે જ પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ-પ્રદેશબંધ તથા તેના પેટાભેદ રૂપ બંધાત્મક પરિણતિનું કારણ છે. જેટલી આ યોગ્યતા જોરમાં તેટલો બંધ જોરમાં થાય છે. જેટલી યોગ્યતા મંદ તેટલો બંધ મંદ. તથા રત્નત્રયીની આરાધનાથી (આત્મસાધનાથી) તે યોગ્યતા દૂર કરી શકાય તેવી પણ છે.
અંશે અંશે દૂર કરતાં કરતાં જ્યારે તમાવત્ આ દિક્ષા આદિનો સર્વથા અભાવ થાય છે. ત્યારે આ આત્મા મુક્ત થાય છે. તેથી મુક્ત આત્માને દિદૃક્ષા આદિ સ્વરૂપ બંધની યોગ્યતાનો સર્વથા અભાવ થવાથી ન તન્નતિ =પ્રધાનાદિની એટલે પ્રકૃતિબંધની પરિણતિ અંશતઃ પણ સંભવતી નથી. (અહીં નતિઃ એટલે પરિણતિ અર્થ સમજવો) મુક્તાત્મા ભાવમલથી સર્વથા રહિત છે. માટે પ્રધાનાદિની પરિણતિ ત્યાં હોતી નથી. તેથી મુક્તાવસ્થા સર્વથા શુદ્ધ અવસ્થા છે અને સંસારી અવસ્થા એ મલીન અવસ્થા છે. આ પ્રમાણે અવસ્થાદ્વય હોવાથી આ આત્મા અવશ્ય પરિણામી નિત્ય છે. પરંતુ અપરિણામી નિત્ય અર્થાત્ એકાન્ત એકસ્વભાવવાળો નથી. યોગબિંદુમાં પણ કહ્યું છે કે
दिक्षादिनिवृत्त्यादि, पूर्वसूर्युदितं यथा । માત્મનોળિયત્વે સર્વત પાર્થમ્ II || યોગબિંદુ ૪૮૯.
પૂર્વસૂરિઓ વડે (પતંજલિ આદિ ઋષિ મુનિઓ વડે) દિક્ષાની નિવૃત્તિ વગેરે શાસ્ત્રોમાં જે કંઈ કહેવાયું છે. તે સર્વે આત્માને અપરિણામી માનો તો નિરર્થક જ થઈ જાય છે. | ૪૮૯ તેથી આત્મા પરિણામી નિત્ય છે. પરંતુ અપરિણામી નિત્ય નથી. મેં ૨૦૦ //
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे, कथं मुक्तस्य सम्भवः ॥ २०१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org