________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
दिदृक्षाद्यात्मभूतं तन्मुख्यमस्य निवर्तते ( अतिवर्तते ) । प्रधानादिनतेर्हेतुस्तदभावान्न तन्नतिः ॥ २००॥
ગાથાર્થ
“દૃિક્ષા” આદિ આ આત્માના આત્મભૂત (સહજ) સ્વભાવ છે તેથી મુખ્ય (પારમાર્થિક-સત્) છે. તે સ્વભાવ અવશ્ય નિવૃત્તિ પામે છે. કે જે સ્વભાવ પ્રધાનાદિ (પ્રકૃતિની) પરિણતિનું કારણ છે. મુક્તાત્મામાં દિગ્દક્ષા ન હોવાથી તે પ્રધાનાદિની (પ્રકૃતિની) પરિણતિ ઉત્પન્ન થતી નથી. ॥ ॥
ગાથા : ૨૦૦
=
ટીકા “દિક્ષા અવિદ્યામનમવાધિારાવિ, આત્મમૂત” સનં વસ્તુ સત્। “તંત્'' તસ્માત્, ‘“મુલ્યમ્'’અનુપરિતમેવ, “અસ્ય' આત્મનો, ‘“નિવર્તત’’( અતિવર્તત) કૃતિ । મૂિત વિત્યાહ-‘‘પ્રધાનાનિતે: ' પ્રધાનનયાવિપરિતે, ‘હેતુ: ' ારામ્ ।‘‘તદ્દમાવાદ્’’- વિક્ષાદમાવાત્, તન્નતિ: न प्रधानादिपरिणतिर्मुक्तात्मन इति ॥ २००॥
''ન
"
દિક્ષા
અવિદ્યા
Jain Education International
વિવેચન : - ઉપરોક્ત ચર્ચાને અનુસારે “દિક્રૃક્ષા” આદિ ભાવો અન્ય અન્ય દર્શનકારોએ આ આત્મામાં જે માન્યા છે. તે વાસ્તવિક રૂપે આત્માના વૈભાવિક એવા સહજ સ્વભાવભૂત છે. પરંતુ કાલ્પનિક ઔપચારિક નથી. આ આત્મામાં રહેલી કર્મો બાંધવાની જે યોગ્યતા' છે. તેને જ અન્યદર્શનકારો “દિદૃક્ષા-અવિદ્યા-સહજમલ અને ભવાધિકાર” આદિ શબ્દોથી પ્રતિપાદ્ય માને છે. સાંખ્યદર્શનકારો કર્મબંધના હેતુભૂત આ યોગ્યતાને “દિક્રૃક્ષા” કહે છે. વેદાન્તિઓ “અવિદ્યા” કહે છે. જૈનો “સહજમલ” કહે છે. અને શૈવદર્શનકાર “ભવાધિકાર” કહે છે નામમાત્રનો ભેદ છે. તત્ત્વભેદ નથી.
"1
સંસારી એવા સર્વે આત્મામાં કર્મબંધની યોગ્યતા સ્વરૂપ આ દિવૃક્ષા આદિ ભાવો સહજ છે. સ્વાભાવિક છે. સત્ય છે. પારમાર્થિક છે. પરંતુ ઝાંઝવાના જળની જેમ ઔપચારિક-અપારમાર્થિક કે અસત્ નથી. તેથી જ તે મુખ્ય છે એટલે કે યથાર્થ છે. સાચા છે. આ આત્માના તે દિવૃક્ષા આદિ ભાવો પ્રયત્નવિશેષ કરવાથી અવશ્ય નિવર્તન પામી શકે તેવા છે. સુવર્ણમાં મિશ્ર થયેલ મલ તન્મય થયેલ હોવાથી સહજ છે પરંતુ ખાર આદિ દ્વારા અગ્નિમાં તપાવવાના પ્રયત્નવિશેષથી નિવર્તનને યોગ્ય છે. વસ્ત્રાદિમાં તન્મય થયેલ મેલ સાબુ આદિના પ્રયત્ન દ્વારા નિવર્તનને યોગ્ય છે. તેવી રીતે આત્મામાં રહેલ આ દિવૃક્ષા આદિ ભાવો પણ પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય છે.
=
*
૫૩૭
"4
For Private & Personal Use Only
જગતને જોવાની ઇચ્છા. જગતના સ્વરૂપને અનુભવવાની ઇચ્છા. આત્મસ્વરૂપનું અજ્ઞાન, હેય-ઉપાદેયનું વિપરીત જ્ઞાન.
www.jainelibrary.org