________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦૫
ગાથાર્થ
તેમ સંસારી જીવ, સંસારના અભાવવાળો જીવ-અથવા સર્વથા અભાવાત્મક જીવ, તથા સંસારથી અન્ય જીવ આ ત્રણે જીવો મુક્ત કહેવાતા નથી. કોઇ દર્શનકાર મુક્ત કહે તો પણ તે મુખ્યવૃત્તિએ મુક્ત નથી. એમ મુક્તના સ્વરૂપને જાણનારા પુરુષો કહે છે. || ૨૨૫ ॥
૫૪૪
=
ટીકા-‘સંસારી પુરુષ:। ‘“તમાવો વા' પુરુષામાવમાત્રમેવ । ‘‘ચો વા” જાન્તલક્ષળ: “તથૈવ હિ” થા દૃષ્ટાન્તે । િિમવેત્યાન્ન-‘‘મુક્તોપ हन्त नो मुक्तो मुख्यवृत्त्या " त्रयाणामपि तत्प्रवृत्तिनिमित्ताभावात् " इति तद्विदः " मुक्तविद इदमभिदधतीति ॥ २०५ ॥
વિવેચન :-ઉ૫૨ સમજાવ્યું, તેમાં ત્રણ પુરુષોમાંથી કોઇ પણ પુરુષ જેમ રોગમુક્ત કહેવાતો નથી. તેમ સંન્નારી એટલે સર્વે સંસારી જીવો સંસાર વિદ્યમાન હોય ત્યારે મુક્ત કહેવાય નહીં. કારણ કે “બંધનમાંથી છુટકારો” એવું મુક્તશબ્દનું જે પ્રવૃત્તિ નિમિત્ત છે. તે સદાસંસારીમાં ઘટતું નથી. આ અર્થથી જે દર્શનકારો આત્માનું એવું સ્વરૂપ માને છે કે આત્મા મુક્તિમાં જાય તો પણ ધર્મની હાનિ થતી જોઇને પુનઃ અવતાર લે છે. અથવા અલ્પજ્ઞાન હોય, શેષજ્ઞાન ન હોય તો પણ મુક્ત થાય છે. ઇત્યાદિ મતોનું નિરસન થાય છે. જ્યાં સુધી સર્વ કર્મોથી છૂટકારો થતો નથી ત્યાં સુધી જીવ મુક્ત થતો નથી. અને મુક્ત થાય તેને બંધનો હોતાં નથી.
બીજા નંબરનો જે પુરુષાભાવ માત્ર છે. ત્યાં પુરુષ રૂપ જો કોઇ ધ્રુવ આત્મદ્રવ્ય જ નથી. આત્મા જેવું કોઇ સત્ તત્ત્વ જ નથી. તો તે મુક્ત થયો કેમ કહેવાય? આકાશપુષ્પાદિની જેમ જે વસ્તુ અસત્ જ છે તેની મુક્તિ પણ ન ઘટે. અહીં સર્વથા પુરુષાભાવ શબ્દથી બૌદ્ધદર્શનાનુયાયી જીવો સમજવા. તેઓ ક્ષણિકવાદી છે. પ્રત્યેક વસ્તુઓ ક્ષણમાત્ર જીવી છે. એમ માને છે. એટલે સંસારી આત્મા પણ ક્ષણિક હોવાથી ક્ષણ પછી તે પુરુષ છે જ નહીં. સર્વથા પુરુષોનો (આત્માનો) અભાવ જ છે. તો મુક્ત કોણ કહેવાય? જો વસ્તુ જ નથી તો મુક્તત્વ ઘટે નહીં. અહીં પણ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ઘટતું નથી.
ત્રીજા નંબરનો જે પુરુષ છે. તે રોગીથી અન્ય છે. અર્થાત્ નિરોગી જ છે. હવે જો તે પુરુષને રોગ જ નથી. તો તેને રોગમુક્ત શી રીતે કહેવાય? કોઇપણ જાતનો રોગ થયો હોય તો તે રોગમાંથી છુટ્યો કહેવાય. તેમ અહીં આત્માને સર્વથા શુદ્ધ-અકર્તા, અભોક્તા માનનારા સાંખ્યાદિનો મત જાણવો. જો આત્મા સર્વથા શુદ્ધ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org