Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 580
________________ ૫૪૫ ગાથા : ૨૦૫-૨૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય છે. આ સંસાર પ્રકૃતિમાત્રનો જ છે તો આ આત્મા તો સંસારના બંધનથી બંધાયો જ નથી કે જેને છૂટવાનું આવે. અહીં પણ મુક્ત શબ્દનો “બંધનમાંથી છૂટકારો” એવો પ્રવૃત્તિનિમિત્તક અર્થ સંભવતો જ નથી. તેથી મુક્ત ન કહેવાય. આ પ્રમાણે અન્ય દર્શનકારોએ આત્માની માનેલી મુક્તિ તેઓના એકાન્તનિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષ પ્રમાણે સર્વથા ઘટતી જ નથી. તેથી “સંસારી અને મુક્ત” આવી વ્યવસ્થા તેઓના મતે કોઇપણ રીતે સુસંગત નથી. ન્યાયપૂર્ણ નથી. || ૨૦૫|| कथं तर्हि मुक्तव्यवस्थेत्याह જો ઉપરની ચર્ચા પ્રમાણે અન્યદર્શનોમાં મુક્તત્વની વ્યવસ્થા ઘટતી નથી. તો તે મુક્તવ્યવસ્થા શી રીતે સંભવે? તે સમજાવે છે. क्षीणव्याधिर्यथा लोके, व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा, मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥ २०६॥ ગાથાર્થ = લોકમાં જેનો વ્યાધિ ક્ષય પામ્યો છે તે પુરુષ જેમ વ્યાધિમુક્ત કહેવાય છે. તેવી જ રીતે ભવરોગવાળો જીવ જ ભવરોગનો ક્ષય થવાથી શાસ્ત્રોમાં મુક્ત થયેલો કહેવાય છે. | ૨૦૬I ટીકા - “ક્ષત્રિય” પુષઃ ! “થા નોવાને “વ્યાધિમુત્ત તિ” તત્તમાન, “સ્થિતો” ની સ્થાપના. | “મવરોવેવ તુ” પુતભાવેન, ‘‘તથા મુક્ત:” મવવ્યાધિમુક્ત:, “તપુ'' સ્થિતઃ | ‘તલ્સયન્'' રતિ ભવાયાવિત્યર્થ છે રદ્દો વિવેચન આ લોકમાં જે પુરુષનો રોગ ક્ષીણ થયો છે, એટલે કે પ્રથમ રોગ હતો અને પછી ઔષધોના સેવનથી રોગ નાશ પામ્યો છે. તે જ પુરુષ પોતાના તે તે રોગોનો અભાવ થવાથી કોઇપણ જાતના વાદવિવાદ વિના નિર્વિવાદપણે “આ પુરુષ કે જે રોગી હતો તે વ્યાધિમુક્ત થયો છે” એમ નિશ્ચિત થાય જ છે. આ વાત લોકમાત્રમાં સર્વત્ર સ્થિત (રહેલી) જ છે. સિદ્ધ જ છે. સ્થાપવી પડતી નથી કે કોઇને સમજાવવી પડતી નથી. અર્થાત્ આ વાત બરાબર સિદ્ધ થતી ન હોય અને તર્કથી-કે ન્યાયથી સિદ્ધ કરવી પડે એવું નથી. લોકમાં સિદ્ધ જ છે. તેવી જ રીતે સંસારના (જન્મ-મરણાદિ) વ્યાધિથી મુખ્યપણે-પારમાર્થિકપણે જે ભવરોગી છે. એટલે કે આ જીવને જન્મ-મરણાદિનો જે ભવરોગ લાગેલો છે તે સાચેસાચ વાસ્તવિક રોગ જ યો. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630