________________
૫૪૩
ગાથા : ૨૦૪-૨૦૫
યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન -જે પુરુષ પ્રથમ શારીરિક રોગોથી રોગી હોય અને સુવૈદ્યની સૂચના મુજબ ઔષધ સેવે, તેનાથી કાળાન્તરે તેનો રોગ જ્યારે ચાલ્યો જાય ત્યારે તે જ પુરુષ રોગમુક્ત” કહેવાય છે. આવા પુરુષમાં જ મુક્ત શબ્દનો પ્રયોગ થાય છે. આ ઉદાહરણમાં વ્યાધિગ્રસ્ત અને વ્યાધિરહિત એમ અવસ્થાય છે જ. અને તે અવસ્થા લયમાં અન્વય ભાવે અનુસૂત પુરુષ એક પણ છે જ. તેથી આ આત્મા પરિણામી નિત્ય છે. આ વાત સમજાવવા માટે તથા જે જે અન્ય દર્શનકારો આત્માને આનાથી વિપરીત માને છે. તેના નિરસન માટે સમજાવે છે કે
(૧) વ્યધિત =જે જે રોગી પુરુષ છે. અર્થાત્ જે પુરુષને રોગ ઉત્પન્ન જ માત્ર થયેલ છે. પરંતુ નષ્ટ થયો નથી એવો રોગીપુરુષ.
(૨) તમવો વ =રોગી કે નિરોગી. સર્વપુરુષ માત્રનો જ અભાવ. (૩) તો વા= રોગી વ્યક્તિથી અન્ય (નિરોગી) વ્યક્તિ.
આ પ્રમાણે રોગી પુરુષ, પુરુષમાત્રનો અભાવ (એટલે અભાવાત્મક પુરુષ), અને રોગીથી અન્ય (નિરોગી) પુરુષ આ ત્રણમાંથી કોઈ પણ પુરુષને (અર્થાત્ ઉપરોક્ત ત્રણમાંના એક પણ પુરુષને) ક્યારે પણ “રોગમુક્ત” કહેવાતો નથી. કારણ કે પ્રથમ નંબરના પુરુષને સદા રોગ ચાલુ જ છે. રોગિષ્ટ જ છે. એટલે તેને રોગમુક્ત કહેવાય નહીં. બીજા નંબરમાં પુરુષોનો જ અભાવ છે. કોણ રોગમુક્ત કહેવાય? પુરુષાભાવ તો આકાશપુષ્પની જેમ શૂન્યાત્મક જ છે. માટે અભાવાત્મક પુરુષ પણ રોગમુક્ત બને નહીં. અને ત્રીજા નંબરનો પુરુષ તો રોગીથી ભિન્ન છે. એટલે તેને રોગ થયો જ નથી તો તેને પણ રોગમુક્ત શી રીતે કહેવાય ?
જેમ પાંજરામાં પૂરાયેલો વાઘ પણ મુક્ત ન કહેવાય. પાંજરામાં કોઈ પ્રાણી હોય જ નહી તો પણ મુક્ત ન કહેવાય. અને પાંજરામાં વાઘ પૂરેલો હોય પણ સિંહ પૂરેલો ન હોય ત્યારે પાંજરામાં ન પૂરાયેલો સિંહ મુક્ત થયો એમ ન કહેવાય. આ પ્રમાણે સાચી ન્યાયની નીતિ-રીતિ છે. આ પ્રમાણે હોવાથી જેમ રોગી પુરુષને, રોગીના સર્વથા અભાવને, અને રોગીથી અન્યને “રોગમુક્ત થયો” એમ કદાપિ કહેવાતું નથી. તેમ સંસારી જીવ, પુરુષાભાવમાત્ર અને સર્વથા સંસારરહિત જીવને પણ મુક્તત્વ ઘટતું નથી. આ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ વધારે સ્પષ્ટ કરે છે. ૨૦૪ /
संसारी तदभावो वा, तदन्यो वा तथैव हि। मुक्तोऽपि हन्त नो मुक्तो, मुख्यवृत्त्येति तद्विदः ॥ २०५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org