________________
૫૪૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦૩-૨૦૪ યોગીઓનું જ્ઞાન તમે બ્રાન્ત માનો છો કે અબ્રાન્ત માનો છો? જો યોગીઓનું જ્ઞાન બ્રાન્ત માનશો તો તે જ્ઞાન બ્રાન્ત હોવાના કારણે પ્રમાણ ગણાય નહીં. અને જો યોગીઓનું જ્ઞાન અબ્રાન્ત માનશો તો તે યોગીઓનું જ્ઞાન અબ્રાન્ત-સાચું-પથાર્થ થવાથી “અવસ્થાદ્વય” જે સિદ્ધ કરવાની હતી તે સિદ્ધ થઈ જ ગઈ. પૂર્વાવસ્થા બ્રાન્ત જ્ઞાનવાળી અને તે જ આત્મા યોગી બને ત્યારે અબ્રાન્ત જ્ઞાનવાળી અવસ્થા આવે છે એમ છેવટે અવસ્થાદ્વય તો સિદ્ધ જ થઈ. એટલે આત્માની અવસ્થાની સિદ્ધિ તમારે અનિચ્છાએ પણ માનવી જ પડશે. તેથી આત્મા અવશ્ય પરિણામી નિત્ય જ છે પરંતુ અપરિણામી, એકાન્ત એકસ્વભાવવાળો નિત્ય નથી. તેથી સંસારાવસ્થા અને દિગ્દલાનો ત્યાગ થતાં મુક્તાવસ્થા સંભવે છે.
આટલી સૂક્ષ્મ નિત્ય અને અનિત્યની ચર્ચા ગ્રંથકારે એટલા માટે કરી છે કે જે વ્યાધિગ્રસ્ત આત્મા હોય છે. તે જ વ્યાધિમુક્ત બને છે. પરંતુ જે સર્વથા વ્યાધિરહિત હોય છે. તે તથા જે સદા વ્યાધિથી ગ્રસ્ત જ રહે છે તે વ્યાધિથી મુક્ત કહેવાતો નથી. તેમ જે સંસારના બંધનથી યુક્ત છે તે જ આત્મા આત્મ-સાધના દ્વારા સંસારમુક્ત બને છે. માટે આત્મા પરિણામી નિત્ય છે. પરંતુ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી જ. તે સમજાવવા માટે આટલી ચર્ચા કરેલી છે. જે ૨૦૩ | उक्तमानुषङ्गिकं प्रकृतं प्रस्तुमः । तच्च सिद्धस्वरूपं "व्याधिमुक्तः पुमान् लोके" (શ્લોક-૧૮૭) ડ્રત્યાઘુપચાપાત્ | તત્ર
પ્રાસંગિક બધું કહ્યું. હવે અમે પ્રસ્તુત કહીએ છીએ પૂર્વે ૧૮૭માં શ્લોકમાં “મુક્તિદશાને પામેલો આત્મા વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય તેવો છે.” તેમ કહ્યું છે. તેથી મુક્તજીવનું સ્વરૂપ પ્રસ્તુત છે. તેમાં કંઇક ચર્ચા રજુ કરે છે.
व्याधितस्तदभावो वा, तदन्यो वा यथैव हि ।
व्याधिमुक्तो न सन्नीत्या, कदाचिदुपपद्यते ॥ २०४॥ ગાથાર્થ = (૧) વ્યાધિયુક્ત પુરુષ, અથવા (૨) સર્વથા શૂન્યાત્મક પુરુષ, અથવા (૩) વ્યાધિગ્રસ્તથી અન્ય અર્થાત્ નિરોગી પુરુષ, આ ત્રણે પુરુષો જેમ પારમાર્થિક નીતિ-રીતિ મુજબ વ્યાધિમુક્ત કદાપિ કહેવાતા નથી. / ૨૦૪ |
ટીકા “ચાયતઃ” સજ્ઞાતવ્યાધિa. “દમાવો લા.” “તો સામે व्याधितादन्यो वा तत्पुत्रादिः, “यथैव हि व्याधिमुक्तो न" त्रयाणामेकोऽपि, સન્નીત્યા'' સાથેન “વિલુપveત' તિ દષ્ટાન્ત: | ૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org