________________
૫૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૯૩ અવિદ્યમાન છે. અભાવાત્મક છે. અને વર્તમાનક્ષણમાં ભાવાત્મક છે. એમ અર્થ થાય છે. ત્યાં ગ્રંથકાર તે બૌદ્ધને દોષ આપે છે કે
(૧) પૂર્વાપરક્ષણવર્તી અભાવ અને વર્તમાનક્ષણવર્તી ભાવ આ બન્નેને શું પરસ્પર અવિરોધી માનશો કે વિરોધી માનશો? જો અવિરોધી માનશો તો આ વર્તમાનક્ષણવર્તી ભાવ સદા નિત્ય જ માનવો પડશે. કારણ કે જે પૂર્વાપર ક્ષણોમાં વસ્તુનો અભાવ વર્તે છે. તે જ પૂર્વાપરક્ષણો ક્રમશઃ એક પછી એક આવતી જ હોવાથી વર્તમાન રૂપ બને જ છે. એટલે જે જે પૂર્વાપરક્ષણોમાં અભાવ વર્તે છે તે જ ક્ષણોમાં અભાવ હોવા છતાં તેની સાથે અવિરોધી હોવાથી વર્તમાનક્ષણનો ભાવ પણ ત્યાં સાથે રહેશે જ. કારણ કે દરેક પૂર્વાપરક્ષણો ક્રમશઃ વર્તમાન રૂપ બને જ છે. જ્યારે વર્તમાન રૂપે બને ત્યારે વર્તમાનક્ષણનો ભાવ પણ તે જ ક્ષણોમાં સાથે રહેશે જ. એટલે કોઇપણ વિવક્ષિત એક ક્ષણ (પદાર્થ) વર્તમાનકાલે વર્તમાન હોવાથી ત્યાં જેમ પદાર્થ ભાવરૂપે વર્તે છે. તેમ તે ક્ષણ પછી બીજી ક્ષણ જ્યારે આવે ત્યારે બીજી ક્ષણ પણ તે વખતે વર્તમાન જ બને છે. તેથી ત્યાં પણ પદાર્થ ભાવરૂપ જ બનશે. એમ જ્યારે ત્રીજો ક્ષણ આવે ત્યારે તે ત્રીજો ક્ષણ પણ વર્તમાન જ બનશે. એમ પ્રતિક્ષણો વર્તમાન રૂપ બને જ છે. અને ત્યાં વર્તમાન વિદ્યમાન હોવાથી વર્તમાન સદા વિદ્યમાન રહેવાથી નિત્ય થશે. સારાંશ કે જેમ વિવક્ષિત પ્રથમ ક્ષણ વર્તમાનરૂપે વિદ્યમાન છે. તત્વ=તેની જેમ સાહંમેશાં - સર્વ ક્ષણોમાં પણ તમાવા-ક્રમશઃ વર્તમાનરૂપે તે વર્તમાનની વિદ્યમાનતા વર્તે છે. માટે સર્વ ક્ષણોમાં વર્તમાન રૂપે વિદ્યમાનતા હોવાથી આ વર્તમાન નિત્ય થશે. એટલે બૌદ્ધ ક્ષણિકવાદી હોવા છતાં નિત્ય તરીકે વર્તમાનને સ્વીકારવારૂપે તેઓને દોષ આવશે.
(૨) હવે જો પૂર્વાપરક્ષણવર્તી અભૂતિની (અભાવની) સાથે વર્તમાનક્ષણવર્તી ભાવનો વિરોધ માનશો તો વર્તમાન અસત્ થઈ જશે. એવો દોષ આવશે, તે આ પ્રમાણે-પૂર્વાપરક્ષણોમાં અભૂતિ (અભાવ) છે. તે અભાવની સાથે વર્તમાન ભાવ વિરોધી છે. એટલે જેમ ક્રમશઃ પૂર્વાપરક્ષણો પસાર થતાં વર્તમાન રૂપે બનવા જશે. પરંતુ ત્યાં અભૂતિ બેઠેલી જ હોવાથી વર્તમાન થઈ શકશે નહીં. જેમ કે પ્રથમક્ષણકાલે દ્વિતીયક્ષણાદિમાં અભૂતિ છે. હવે પ્રથમ ક્ષણ પસાર થઈ અને બીજો ક્ષણ વર્તમાન થવા જશે. પરંતુ તે ક્ષણ (પદાર્થ) વર્તમાનરૂપે બનશે નહીં, કારણ કે ત્યાં અભૂતિ વર્તે છે. તે અભૂતિ વડે બીજા ક્ષણની વર્તમાનતા વિરોધી હોવાથી ગળાઈ જશે. એટલે વર્તમાનતા ત્યાં અસત્ બનશે એવી રીતે બીજો ક્ષણ પસાર થયા પછી જેવો ત્રીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org