________________
૫૨૩
ગાથા : ૧૯૩
યોગદૃષ્ટિ સમુચ્ચય "स्यात्" तद्वत् सदा तद्भावादिति । पक्षान्तरमाह-“असन् वा सदैव हि" तया विरोधेन तद्ग्रस्तत्वादिति ॥ १९३॥
વિવેચન - આત્મા આદિ સમસ્ત દ્રવ્યો પ્રતિક્ષણે નવા નવા પર્યાયને પામે છે. પરંતુ દ્રવ્યરૂપે પ્રતિક્ષણોમાં ધ્રુવ રહે છે. આવું જગતનું સ્વરૂપ છે. છતાં બૌદ્ધો ક્ષણિકવાદી હોવાથી સર્વે દ્રવ્યો પ્રતિક્ષણે સર્વથા નાશ જ પામી જાય છે એમ માને છે. એટલે કે કોઇપણ દ્રવ્ય એકક્ષણ માત્ર જ વિદ્યમાન હોય છે. વર્તમાન એવા એક ક્ષણમાં વર્તનારો પદાર્થ તેના અનન્તર પૂર્વેક્ષણમાં પણ નથી અને અનન્તર એવા પશ્ચાણમાં પણ નથી જ. એમ બૌદ્ધો માને છે. તેથી તે બૌદ્ધોના ક્ષણિકવાદનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
બૌદ્ધનો મત આ પ્રમાણે છે કે- અનન્તર એવા પૂર્વેક્ષણ અને અનન્તર એવા પશ્ચાત્યણમાં વસ્તુની અભૂતિ (અવિદ્યમાનતા) છે. અર્થાત્ પૂર્વાપરક્ષણોમાં વસ્તુનો અભાવ જ છે. અને તે પદાર્થ માત્ર વર્તમાન ક્ષણવર્તી જ છે. તે વર્તમાનક્ષણમાં જ વસ્તુ આત્મભૂત=વિદ્યમાન છે. એવું જે વાદી (બૌદ્ધ)માને છે. તેને દોષો આવે છે. તે દોષો આ પ્રમાણે છે
(૧) આગળ અને પાછળના અનન્તર ક્ષણોમાં રહેલી અભૂતિની સાથે (પૂર્વાપર ક્ષણોમાં રહેલા અભાવની સાથે) અને વર્તમાનક્ષણમાં વર્તતા વર્તમાનભાવની સાથે જો પરસ્પર અવિરોધ માનો તો તે અવિરોધના કારણથી આ વર્તમાનક્ષણ નિત્ય માનવો પડશે.
(૨) અને પૂર્વાપરક્ષણવર્તી અભૂતિની સાથે તથા વર્તમાનક્ષણવર્તી ભાવની સાથે જો વિરોધ માનશો તો વિરોધના કારણથી આ વર્તમાનક્ષણ સદા (ત્રણે કાળે) અસત્ જ માનવો પડશે. આવા બન્ને બાજુ તમને દોષો આવશે. સારાંશ કે પૂર્વાપરક્ષણવર્તી અભૂતિ અને વર્તમાનક્ષણવર્તી ભૂતિ (ભાવ) આ બન્નેની સાથે જો અવિરોધ કહો તો વર્તમાનક્ષણ નિત્ય માનવો પડશે અને જો વિરોધ કહો તો વર્તમાનક્ષણ સદાને માટે અસત્ માનવો પડશે આવા દોષો બૌદ્ધને આવશે.
- ભાવાર્થ આ પ્રમાણે છે કે- બૌદ્ધ દર્શનકારો સર્વવસ્તુઓ ક્ષણમાત્રસ્થિતિવાળી માને છે. તેથી કોઈ પણ પદાર્થની વર્તમાન એવા એકક્ષણ માત્રમાં જ સ્થિતિ= વિદ્યમાનતા હોય છે. એટલે તે વસ્તુ તે વર્તમાનક્ષણના આગલા ક્ષણમાં અને પાછલા ક્ષણમાં નથી જ, એમ તેઓનું માનવું છે. એટલે કે પૂર્વાપરણીમાં તે વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org