________________
ગાથા : ૧૯૧-૧૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૨૧ પ્રાપ્તિ થાય છે. સારાંશ કે પ્રત્યેક દ્રવ્યો પરિણામી નિત્ય છે. પૂર્વાવસ્થામાં વર્તતું દ્રવ્ય જ પૂર્વાવસ્થાનો ત્યાગ કરીને ઉત્તરાવસ્થા રૂપ બને છે. માટે દોષવાન્ જે આત્મા છે. તે જ આત્મા દોષોનો નાશ થતાં નિર્દોષતાને પામે છે. આ પ્રમાણે સર્વે પદાર્થો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તે ૧૯૧ इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह
આ વિષય આ પ્રમાણે અંગીકાર કરવા જેવો છે.
स्वभावोऽस्य स्वभावो, यनिजा सत्तैव तत्त्वतः ।
भावावधिरयं युक्तो, नान्यथाऽतिप्रसङ्गतः ॥ १९२॥ ગાથાર્થ =“પોતાનું હોવું” એ જ આ આત્માનો સ્વભાવ છે. કારણ કે તાત્વિકપણે પોતાની સત્તા એ જ સ્વભાવ છે. આ સ્વભાવ પદાર્થ ભાવાત્મકપણે હોય ત્યાં સુધી જ યોગ્ય છે. અન્યથા યોગ્ય નથી કારણ કે અતિવ્યાપ્તિ દોષ આવે છે. | ૧૯૨ ||
ટીકા -“સ્વમવોલ્ય” માત્મનઃ “જમવો ય” યાત્ ! વિમુક્ત ભવતિ ? “નિના સદૈવ તત્ત્વતઃ” પરમાર્થના “મવાય યુક્ત” સ્વમાવોSનન્તરોહિત “નાચથr'' યુવત: I jત રૂત્યાદ-“અતિપ્રસાઃ ”તિ I ૨૬૨૫
વિવેચન- ઉપરની ગાથામાં એમ સમજાવવામાં આવ્યું છે કે તે આત્મદ્રવ્યનો જન્માદિ દોષોનો ત્યાગ કરીને અજન્માદિ ભાવવાળા થવું (બનવું) એવો સ્વભાવ જ છે. ત્યાં પ્રશ્ન થાય છે કે સ્વભાવ એટલે શું? તેનો આ ગાથામાં ખુલાસો સમજાવે છે કે
સ્વમ્ભાવ'' દ્રવ્યનું પોતાનું હોવાપણું તેને જ સ્વભાવ કહેવાય છે. અહીં સ્વએટલે દ્રવ્યનું પોતાનું માઉં એટલે હોવાપણું આ આત્માનું પોતાનાપણે (આત્મદ્રવ્યપણે) હોવાપણું તેને સ્વભાવ કહેવાય છે. જે કારણથી સ્વભાવશબ્દનો આવો અર્થ હોવાથી તાત્ત્વિકપણે દ્રવ્યની પોતાની જે સત્તા છે. તે સત્તા જ સ્વભાવ કહેવાય છે. તેથી દ્રવ્યમાં જન્માદિ દોષો નાશ થવા છતાં જન્માદિદોષવાળા આત્મદ્રવ્યનો નાશ થતો નથી. આત્મદ્રવ્યની પોતાની સત્તા રહે જ છે. બૌદ્ધાદિ કેટલાક દર્શનકારો આત્માદિ પદાર્થોને સર્વથા ક્ષણિક માને છે. તેના નિરસન માટે ગ્રંથકાર સમજાવે છે કે આત્મદ્રવ્યની સર્વથા સત્તા નાશ પામતી નથી. માત્ર જન્માદિ દોષો જ નાશ પામે છે. અને અજન્માદિ (જન્માદ્યતીતાદિ) ભાવોનો યોગ થાય છે. પરંતુ આત્મદ્રવ્યની પોતાની સત્તા અવશ્ય રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org