________________
ગાથા : ૧૯૦-૧૯૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૧૯ જેમ રોગી જીવના રોગનો નાશ થાય, ત્યારે માત્ર રોગનો જ નાશ થાય છે. પરંતુ રોગના નાશની સાથે રોગી એવા જીવનો કંઈ નાશ થતો નથી. તેવી રીતે જન્મ-મરણાદિ દોષવાળા જીવના જન્માદિ દોષો નાશ થાય ત્યારે દોષોનો જ માત્ર નાશ થાય છે. પરંતુ દોષોવાળા જીવનો તેની સાથે નાશ થતો નથી. જીવ તો શુદ્ધ થયેલો રહે જ છે. સદોષ અને નિર્દોષ એવી જીવની બે અવસ્થા છે. તે ક્રમશઃ બદલાય છે. પરંતુ તે બન્ને અવસ્થામાં રહેનારો જીવ સત્ રહે છે. આકાશપુષ્યની જેમ અસત્ થતો નથી. સારાંશ કે દોષો નાશ પામે છે. પરંતુ જીવ નાશ પામતો નથી. દોષવાળી અને દોષરહિત એમ અવસ્થા બે જાતની છે. તે બદલાય છે. તેમાં અવસ્થાવાન્ જીવ દ્રવ્ય ધ્રુવ રહે છે. જીવ દ્રવ્યનો નાશ થતો નથી.
કોઈપણ દ્રવ્યમાં પૂર્વાવસ્થાના સ્વભાવનો નાશ થાય એટલે ઉત્તરાવસ્થાના સ્વભાવનો ઉત્પાદ થાય. આવા પ્રકારનો પ્રત્યેક દ્રવ્યોનો સ્વતઃ સ્વભાવ જ છે. જેમ કે મૃદ્ધવ્યમાં પૂર્વાવસ્થાના સ્વભાવભૂત ઘટાકારતાનો જ્યારે નાશ થાય ત્યારે જ ઉત્તરાવસ્થાના સ્વભાવભૂત કપાલાવસ્થાને યોગ થાય છે. આવા પ્રકારનો મૃદ્રવ્યનો સ્વભાવ જ છે. તેવી જ રીતે સંસારી ભવવ્યાધિગ્રસ્ત જીવદ્રવ્યનો પૂર્વાવસ્થા સ્વરૂપ જન્માદિ દોષોનો નાશ થવાથી ઉત્તરાવસ્થા સ્વરૂપ અજન્માદિભાવનો યોગ થાય છે. એવો જ જીવદ્રવ્યનો સ્વભાવ છે. માટે જીવદ્રવ્ય પણ મુખ્ય છે. તેની જન્માદિ દોષવાળી કર્મજનિત પૂર્વાવસ્થા પણ મુખ્ય (સાચી) છે. અને તેનો નાશ થવાથી ઉત્તરકાલે આવનારી અજન્માદિ સ્વરૂપ સહજ અવસ્થા પણ મુખ્ય (સાચી) છે. તેથી જે દોષવાનું આત્મા છે તેને જ નિર્દોષતાની પ્રાપ્તિ થાય છે. આ જ વાત સારી રીતે સંગત છે. | ૧૯૦ अमुमेवार्थं स्पष्टयन्नाहઆ જ અર્થને અતિશય સ્પષ્ટ કરતાં જણાવે છે કે
तत्स्वभावोपमर्देऽपि, तत्तत्स्वाभाव्ययोगतः ।
तस्यैव हि तथाभावात्, तददोषत्वसङ्गतिः ॥ १९१॥ ગાથાર્થ = તે (પૂર્વાવસ્થાના) સ્વભાવનો નાશ થવા છતાં પણ તે તે ઉત્તર અવસ્થાના સ્વભાવોનો યોગ થતો હોવાથી અને તે મૂલદ્રવ્યનો જ તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી “દોષવાન્ એવા તે આત્માને જ નિર્દોષત્વ માનવું એ ઉચિત છે.” | ૧૯૧ી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org