________________
ગાથા : ૧૮૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૧૭ માનીએ તો પ્રથમ જીવ અને પછી કર્મનો સંબંધ થયો એમ માનવું પડે. અથવા પ્રથમ કર્મ અને પછી જીવનો સંબંધ એમ માનવું પડે. આ બન્ને માન્યતાઓમાં દોષ જ આવે છે. પ્રથમ માન્યતામાં જો એકલો જીવ જ પહેલાં હોય તો કર્મ વિનાના શુદ્ધ જીવને બંધહેતુ ન હોવાથી કર્મો લાગે જ કેમ? અને જો શુદ્ધ જીવને પણ કર્મો લાગતાં હોય તો મુક્તજીવોને પણ કર્મો લાગે અને પુનઃ સંસારમાં આવે એવું માનવું પડે, જે ઉચિત નથી. હવે જો બીજી માન્યતા લેવામાં આવે તો પણ જીવ સ્વરૂપ કર્યા વિના કર્મ બને કેવી રીતે? કર્તા વિના કાર્ય થાય જ નહીં. તેથી આ બન્નેનો સંબંધ અનાદિનો છે. જીવ પણ અનાદિ, કર્મ પણ અનાદિ, અને તે બન્નેનો સંબંધ પણ અનાદિ છે. તેવા પ્રકારના અનાદિકાળના ચિત્ર-વિચિત્ર પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી સર્વે જીવોને આ ભવવ્યાધિ થયેલો છે.
સંસાર એ મહાવ્યાધિ છે આ વાત તિર્યંચ આદિ સર્વ પ્રાણીઓને અનુભવ સિદ્ધ છે. જ્યાં અનુભવ રૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે. ત્યાં અનુમાનાદિ બીજાં પ્રમાણોની કોઈ આવશ્યક્તા નથી. “અગ્નિ બાળે છે.” અને “પાણી શીતળ છે” ઇત્યાદિ વાકયોમાં સ્પર્શનેન્દ્રિયજન્ય અનુભવ જ પ્રમાણ છે. તેથી બીજાં પ્રમાણો કોઈ પૂછતું જ નથી. અને બીજાં પ્રમાણો આપવાનાં પણ હોતાં નથી. તેમ અહીં પણ જાણવું. તિર્યંચ જેવા અલ્પસંજ્ઞાવાળા જીવોને પણ ભૂખ-તરસ-ઠંડી-ગરમી-રોગ-જન્મ-મરણ આદિ રૂપ દુઃખ સાક્ષાત્ અનુભવાય જ છે. આવા જીવો પણ જો તેને દુઃખમય હોવાથી પીડા રૂપે અનુભવતા હોય છે. તો વિશેષસંજ્ઞાવાળા મનુષ્યોને આ ભવ દુઃખોથી ભરપૂર હેવાથી મહાવ્યાધિ છે એ વાત સહેજે સમજાય તેમ છે.
-: ઉપમા :૧ ભવ = મહાવ્યાધિ | ૭ અભવ્ય = અસાધ્યવ્યાધિયુક્ત ૨ જીવ = મહાવ્યાધિવાન્ | ૮ દુર્ભવ્ય = દીર્ઘકાળ સાધવ્યાધિયુક્ત ૩ જન્મ-મરણ = રોગના વિકારો | ૯ આસન્નભવ્ય = અલ્પકાળે સાધવ્યાધિયુક્ત ૪ મોહ = ભ્રમ-મૂછ ૧૦ સદ્ગુરુ = સુવૈદ્ય ૫ રાગ-દ્વેષાદિ = વેદના ૧૧ રત્નત્રયીની આરાધના = ઔષધ ૬ દ્રવ્યભાવકર્મ = રોગ હેતુ | ૧૨ ભવમુક્ત (સિદ્ધ) = રોગમુક્ત (નિરોગી)
| ૧૮૯ો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org