________________
૫૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૯ આદિ કાર્યો છે તે સર્વે કાર્યો ભવવ્યાધિથી પણ થાય જ છે. તેથી આ ભવ એ મુખ્ય રોગ છે. વાસ્તવિક રોગ છે.
કોઇપણ પ્રકારનું કાર્ય તેના નિયતપૂર્વવર્તી એવા કારણોના સમૂહથી જ થાય છે. જેમ ઘટાત્મક કાર્ય મૃદ્-દંડ-ચક્રાદિ કારણકલાપજન્ય છે. પટાત્મક કાર્ય તત્ત્વ અને તુરીવેમાદિ-જન્ય છે. શારીરિક રોગો અપથ્થભોજન, અનુચિતપયપાન, અતિશય-પરિશ્રમ આદિ અનેકપ્રકારના કારણોના સમૂહથી જન્ય છે. તેવી રીતે આ ભવ (સંસાર) રૂપ કાર્ય પણ અનાદિકાલીન ચિત્ર-વિચિત્ર એવા પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જન્ય છે. જન્મ, મૃત્યુ, જરા, રોગ, શોક, ભય, દરિદ્રતા, કુપતા, નીચગોત્રતા, ઇષ્ટવિયોગ, અને અનિષ્ટસંયોગ આદિ સાંસારિક સુખ અને દુઃખની તમામ પરિસ્થિતિઓ અનાદિકાલીન એવા પૂર્વે બાંધેલા શુભ-અશુભ કર્મોના ઉદયરૂપ કારણથી જ જન્ય છે.
કર્મો બે પ્રકારનાં છે (૧) દ્રવ્ય કર્મ અને (૨) ભાવકર્મ. આત્માની સાથે લોહાગ્નિ અને ક્ષીર-નીરની જેમ એકમેકતાને પામેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો કે જે જ્ઞાનાવરણીયાદિ મૂળકર્મરૂપે આઠ પ્રકારનાં છે અને પેટાભેદ રૂપે એકસો અઢાવન પ્રકારનાં છે તે સર્વે દ્રવ્યકર્મો છે. તેવા પ્રકારનાં કર્મો બાંધવામાં કારણભૂત એવી આત્માની શુભાશુભ જે પરિણતિ છે તે ભાવકર્મ છે. ભાવકર્મોથી દ્રવ્યકર્મો બંધાય છે અને દ્રવ્યકર્મોના ઉદયથી જીવને સુખ-દુઃખ આવે છે. અને તે સુખ-દુઃખના કાળે થતા રાગાદિથી ફરીથી પણ કર્મો બંધાય છે. એમ દ્રવ્યકર્મ અને ભાવકર્મ રૂપ બે પ્રકારના ભેદથી ભિન્ન-ભિન્ન કર્મોના બળથી ઉત્પન્ન થયેલો એવો આ સંસાર એ મહાવ્યાધિ છે. જીવ અને કર્મનો આ સંબંધ અનાદિનો છે. જેમ કનક અને પાષાણનો સંબંધ નૈસર્ગિક રીતે આદિ વિનાનો છે સાંખ્ય દર્શનના મતે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ અનાદિનો છે તેમ આ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિ છે કહ્યું છે કેકનકાપલવત્ પયડી પુરુષતણી, જોડી અનાદિ સ્વભાવ | અન્ય સંયોગી જિહાં લગે આતમા, સંસારી કહેવાય છે કે શ્રી આનંદઘનજી
कम्मं च चित्तपोग्गलरूवं, जीवस्सणाइसंबद्धं । મિચ્છાનિમિત્ત, પાણUામતી નિયમ છે | યોગશતક -પ૪| જીવ અને કર્મનો આ સંબંધ અનાદિનો છે તેની આદિ જ નથી. જો આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org