________________
૫૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૯૦ एतन्मुक्तश्च मुक्तोऽपि, मुख्य एवोपपद्यते ।
जन्मादिदोषविगमात्, तददोषत्वसङ्गतेः ॥ १९०॥ ગાથાર્થ = આ ભવવ્યાધિથી મુક્ત થયેલ જીવ પણ મુખ્ય મુક્ત જ કહેવાય છે. કારણ કે જન્માદિ દોષોનો વિનાશ થવાથી તે જીવને નિર્દોષત્વની (યથાર્થ) પ્રાપ્તિ થાય છે. ૧૯૦ ||
ટીકા - “તેન” ભવ્યાધિના, “મુક્તિ” “કુત્તો” સિદ્ધઃ “મુલ્ય एवोपपद्यते" प्रवृत्तिनिमित्तभावात् । तथा चाह-"जन्मादिदोषविगमात्" कारणात्, "तददोषत्वसङ्गते" स्तस्य दोषवतोऽदोषत्वप्राप्तेरिति ॥ १९०॥
| વિવેચન - સંસારમાં રહેલા સર્વજીવો આ ભવ રૂપી મહાવ્યાધિથી ઘેરાયેલા જ છે. તેથી જ્યારે ભવનો પરિપાક થાય, સદ્ગુરુરૂપી વૈદ્ય મળે, અને રત્નત્રયીની આરાધના રૂપ ઔષધ આ જીવ સ્વીકારે, ત્યારે અનાદિકાલીન એવા ભયંકર આ મહાવ્યાધિથી સંસારી જીવ મુક્ત બને છે. ભવરૂપી મહાવ્યાધિ મુખ્ય છે. ઔપચારિક નથી પરંતુ વાસ્તવિક છે. તેથી આવા ભવરૂપી મહાવ્યાધિથી જે મુક્ત થાય છે. તે મુક્ત પણ મુખ્ય મુક્ત જ છે. વાસ્તવિક જ મુક્ત છે. ઔપચારિક નથી. રોગ સાચો હોવાથી રોગથી છૂટવાપણું પણ સાચું જ છે. જેમ રોગીને થયેલો રોગ જો સાચો છે. તો તે રોગનો નાશ થવાથી આવનારૂં નિરોગીપણું પણ સાચું જ આવે છે. ઔપચારિક આવતું નથી. તેવી જ રીતે ભવનો વ્યાધિ સાચો છે. તેથી તે વ્યાધિથી મુક્ત થનારો જીવ પણ સાચો જ મુક્ત થાય છે. “મુક્ત” શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત તે જીવમાં ઘટે છે. મુક્ત એટલે છૂટવું-છૂટકારો. જેમ પાંજરામાં પુરાયેલો વાઘ પાંજરાનું બંધન નાશ પામતાં તેમાંથી છૂટ્યો એટલે મુક્ત થયો એમ કહેવાય છે, કારાગૃહમાં બંધાયેલો પુરુષ કારગૃહનો સમય પૂરો થતાં તેમાંથી છૂટ્યો એટલે મુક્ત થયો એમ કહેવાય છે. તથા વ્યાધિથી ગ્રસ્ત એવો પુરુષ ઔષધાદિ ગ્રહણ કરતાં રોગનો નાશ થવાથી જેમ “રોગમુક્ત” કહેવાય છે. તેવી રીતે ભવરૂપી વ્યાધિથી ગ્રસ્ત એવા આ સંસારી જીવમાંથી જન્મ-મૃત્યુ આદિ દોષોનો નાશ થવાથી અર્થાત્ સર્વ દોષો ચાલ્યા જવાથી તદ્દોષવાળો એવો તે સંસારીજીવ જ અલોપર્વ-નિર્દોષપણાનું પદ અર્થાત્ દોષમુક્તતા સ =પ્રાપ્ત કરે છે. જે વ્યાધિવાનું હોય તે જ વ્યાધિ નાશ થવાથી “વ્યાધિમુક્ત” બને છે તેમ જે ભવવ્યાધિવાનું હોય તે જ જન્મ-મરણાદિ દોષો રૂપ ભવવ્યાધિનો વિગમ થવાથી ભવવ્યાધિમુક્ત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org