________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૯૨-૧૯૩
૫૨૨
જ છે. આત્મદ્રવ્યની જે આ સત્તા (અસ્તિત્વ) રહે છે. તે પણ પરમાર્થથી જ રહે છે ઉપચારથી કે કલ્પનાથી નહીં. કારણ કે આત્મદ્રવ્ય ઘ્રુવતત્ત્વ છે. તેથી તેની સત્તા હોવીપોતાપણે રહેવું એ જ આત્મદ્રવ્યનો સ્વભાવ છે.
વળી આ સ્વભાવ નિજસત્તાસ્વરૂપ હોવાથી તે તે પદાર્થ જ્યાં સુધી ભાવાત્મકપણે (અસ્તિરૂપે) વિદ્યમાન હોય છે. ત્યાં સુધી જ વર્તે છે. કારણ કે જો પદાર્થ પોતે જ ભાવાત્મક ન રહે (એટલે કે નાસ્તિરૂપ જો બની જાય) તો તેમાં સ્વભાવ=પોતાપણે હોવાપણું કેમ ઘટે? માટે આ સ્વભાવ=પોતાપણે હોવાપણું ત્યાં સુધી જ સંભવે છે કે જ્યાં સુધી પદાર્થ પોતે ભાવાત્મકપણે છે. તેથી જન્માદિ દોષો નાશ પામવા છતાં પણ આત્મદ્રવ્યનું ભાવાત્મકપણું સ્વીકારીએ તો જ સ્વભાવ ઘટે, અન્યથા એટલે કે આત્મદ્રવ્યનું ભાવાત્મકપણું ન સ્વીકારીએ અને સર્વથા નાશ સ્વીકારીને અસત્તા” જ જો સ્વીકારીએ તો ત્યાં સ્વભાવ ઘટે નહીં. તથા આત્મદ્રવ્યની અસત્તા સ્વીકારીને અસત્તાકાળે સ્વભાવ સ્વીકારીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે છે. કે જે હવે પછીની ગાથામાં સમજાવે છે.
આ પ્રમાણે સ્વ+માવ-સ્વભાવ શબ્દના અર્થ ઉપરથી પણ સમજાય છે કે આત્મદ્રવ્યનું પોતાપણે હોવું. તે સ્વભાવ છે માટે જન્માદિ દોષો નાશ પામવા છતાં પણ જન્માદિરહિતપણે (અર્થાત્ નિર્દોષપણે) આ આત્મદ્રવ્યની અવશ્ય સત્તા હોય જ છે. તેથી મુક્તાવસ્થામાં નિર્દોષપણે આત્મતત્ત્વની સત્તા છે જ. અન્યથા અતિવ્યાપ્તિ દોષ આવે છે. તે હવે પછી સમજાવે છે. || ૧૯૨ ||
નમેવાહ=આ અતિવ્યાપ્તિ જ સમજાવે છે
अनन्तरक्षणाभूति - रात्मभूतेह यस्य तु ।
तयाऽविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥ १९३॥
ગાથાર્થ અનંતર ક્ષણોમાં રહેલી અભૂતિ જેને અહીં આત્મભૂત (સ્વીકૃત) છે. તેની સાથે અવિરોધ હોવાથી આ વર્તમાન કાં તો નિત્ય જ માનવો જોઇએ અથવા તેની સાથે વિરોધ હોવાથી આ વર્તમાન સદા અસત્ જ માનવો જોઇએ. ।। ૧૯૩૫
Jain Education International
?
=
ટીકા - ‘અનન્તરક્ષાભૂતિ: '' પ્રાપશ્ચાદ્ભૂળયોમૂતિરિત્યર્થ । ‘“આત્મસ્મૃતદ યસ્ય તુ”. વર્તમાનસ્ય વારિનો વા। તસ્ય ોષમાદ-“તયા” અનન્તરક્ષાભૂલ્યા, ‘“અવિરોધાત્’” ારાર્ વર્તમાનમાવેન । જિમિત્યાહ-‘નિત્યોો'' વર્તમાનઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org