________________
૫૨૦
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૯૧
ટીકા -“તસ્થ” માત્મ:, સ્વમાવોપમ " સતિ બન્મદ્દિમાવવિપમેન, "तत्तत्स्वाभाव्ययोगतः" तत्तत्स्वाभाव्यं तेन योगात् । तथाहि- तस्येत्थम्भूत एव स्वभावो येन स एव तथा भवतीति । ततश्च "तस्यैव हि तथाभावाद्" जन्मादित्यागतो जन्माद्यतीतत्वेन भावात् । किमित्याह-"तददोषत्वसङ्गतिः" दोषवत एवादोषत्वप्राप्तिरित्यर्थः ॥ १९१॥
વિવેચન - કોઇપણ દ્રવ્યનો તેવો સ્વભાવ જ છે કે પૂર્વાવસ્થારૂપ પર્યાયસ્વભાવનો નાશ થયે છતે ઉત્તરાવસ્થા રૂપ પર્યાયસ્વભાવને તે પામે છે. આવા પ્રકારનો દ્રવ્યનો સ્વતઃ સ્વભાવ જ છે. જે સુવર્ણ પૂર્વકાલમાં કંકણ આકારે છે. તે કંકણ આકારનો નાશ થતાં તે સુવર્ણ જ કેયૂર આકારે પરિણામ પામે છે. જે પગલદ્રવ્ય પૂર્વકાલમાં દૂધ સ્વરૂપે વર્તે છે તે પુદ્ગલમાંથી દુગ્ધત્વ નાશ થતાં તે પુદ્ગલો પોતે જ પોતાના સ્વભાવથી જ દહીં રૂપે પરિણામ પામે છે આવો તે પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ છે. જે દેવદત્તદ્રવ્ય મનુષ્યપણે વર્તે છે. તેનો મનુષ્યપર્યાય સમાપ્ત થતાં તેજ દેવદત્તનું જીવદ્રવ્ય દેવાદિ પર્યાયરૂપે પરિણામ પામે છે. ઇત્યાદિ ઉદાહરણોને અનુસારે સમજાય છે કે
આત્માની કર્મજનિત જન્મ-મરણ-રોગ-શોકાદિવાળી અવસ્થા પણ છે. અને તે કર્મોનો નાશ થતાં તજ્જનિત જન્માદિ દોષોનો વિગમ થવાથી અજન્માદિ ભાવવાળી તે જ આત્માની બીજી સહજ અવસ્થા પણ છે. તેથી દોષોવાળો જે આત્મા છે તે જ આત્મા નિર્દોષ અવસ્થાને પામે છે. આ વાત જ ટીકામાં સમજાવે છે કે
તર્થ તે આત્માનો સ્વભાવોમર્સે સતિ જન્મ, મરણ, જરાદિ રૂપ જે કર્મજનિત સ્વભાવ છે. તે સ્વભાવનો ઉપમર્દ (નાશ) થયે છતે એટલે કે જન્મ-મરણાદિ દોષોનો વિગમ થવાથી તત્તસ્થામાવ્યો તેવા તેવા ઉત્તરકાળમાં આવનારા જે અજન્માદિ (જન્મ, મરણ, જરાદિ દોષોથી રહિત) સ્વભાવો છે તેની સાથેનો યોગ થવાથી, તસ્થતે આત્મદ્રવ્યનો રૂભૂત: Eવ સ્વમાવો આવા પ્રકારનો જ સ્વભાવ છે કે યેન સ ાવ તથા મવતીતિ જે સ્વભાવના કારણે તે જ આત્મા હવે તેવા પ્રકારનો (અજન્માદિ રૂ૫) બને છે. તતeતેથી તચૈવ દિ તથા માવા તે આત્મદ્રવ્ય જ તેવું (અજન્માદિવાળું) થતું હોવાથી અર્થાત્ જન્માદિ દોષોનો ત્યાગ કરવાથી જન્માદિ દોષોથી રહિતપણે બનવાથી જિમિત્યદ=શું થાય છે? તો જણાવે છે કે તદ્દોષ : જે આત્મા જન્માદિ દોષવાળો હતો તે જ જન્માદિ દોષવાળા આત્માને જ અદોષત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org