Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 547
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૭ ન = નો મુવતો વ્યાધિના-તથા નિર્વાણ પામે ત્યારે મુક્તિમાં ગયેલો તે આત્મા વ્યાધિવડે મુક્ત નથી થયો એમ નહીં પરંતુ નિયમા તે જીવ વ્યાધિમુક્ત જ બને છે. અર્થાત્ કેટલાક દર્શનકારો એમ માને છે કે મોક્ષમાં ગયેલો આત્મા ધર્મી જીવોના ઉદ્ધાર માટે અને જગતને પીડનારા રાક્ષસોના નિકંદન માટે ફરીથી સંસારમાં જન્મ લે છે. એટલે જન્મ-મરણવાળા ભગવાન છે. તેનું ખંડન કરતાં જણાવે છે કે, મુક્તિએ ગયેલો આત્મા સર્વથા ભવવ્યાધિથી અવશ્ય મુક્ત જ છે. તેથી તેને પુનઃ જન્મ-મરણ આદિ ભવદુઃખો કદાપિ આવતાં નથી. અને ફરીથી તેને મોક્ષે જવું પડે તેમ બનતું નથી. કારણ કે તેના ભવ્યત્વનો પરિક્ષય (સંપૂર્ણતયા ક્ષય) થયેલો હોવાથી તેનું પુનરાગમન અને પુનઃર્મોક્ષ થતો નથી. કારણ કે, “ભવ્યત્વ એટલે મોક્ષે જવાની યોગ્યતા” જ્યારે જીવ મોક્ષે જાય છે. ત્યારે જ તે યોગ્યતા સમાપ્ત થઇ જાય છે. વસ્તુ પ્રાપ્ત ન થઇ હોય ત્યાં સુધી જ યોગ્યતાનો વ્યવહાર થાય છે. જ્યારે તે વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે ત્યારે તે વસ્તુ મેળવવાની આ જીવમાં યોગ્યતા છે એમ કહેવાતું નથી. તેવી રીતે અહીં પણ ભવ્યતાનો (મુક્તિગમનની યોગ્યતાનો) સંપૂર્ણતયા પરિક્ષય થવાથી આ આત્મા યથાર્થ (અપુનરાગમનવાળી) વ્યાધિમુક્તતા પામ્યો છે. કર્મરૂપ તથા તજ્જન્ય જન્મ, મરણાદિ રૂપ વ્યાધિથી આ જીવ મુક્ત નથી થયો એમ નહીં, પરંતુ અવશ્ય મુક્ત જ થયો છે. તેથી જ ફરીથી સંસારમાં જન્માદિ પામતો નથી. ૫૧૨ अव्याधितो न च તથા કેટલાક દર્શનકારો (સાંખ્યદર્શનકારો અને જૈનદર્શનાનુયાયી એકાન્તનિશ્ચયવાદીઓ) સંસારમાં રહેલો આ આત્મા શુદ્ધ-બુદ્ધ કર્મોનો અકર્તા અને અભોક્તા છે. એમ માને છે. તેઓની દૃષ્ટિએ આત્મા એકાન્તે નિત્ય હોવાથી જેવો મુક્તગત આત્મા વ્યાધિ રહિત તેવો જ સંસારગત આત્મા પણ વ્યાધિરહિત છે. તેઓના મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે-કે નિર્વાણપદની પ્રાપ્તિની પૂર્વે આ આત્મા અવ્યાધિત અર્થાત્ વ્યાધિરહિત શુદ્ધ-બુદ્ધ ન હતો. પરંતુ જન્મ-મરણ આદિ વ્યાધિથી યુક્ત જ હતો. તેથી જ વ્યાધિ-મુક્ત થવા માટે આ યોગધર્મની આવશ્યક્તા રહે છે. કારણ કે, નિર્વાણ પદની પ્રાપ્તિની પૂર્વે તથા-તેવા પ્રકારની ચિત્ર-વિચિત્ર એવી. તદ્દાવાસ્તે જન્મ-મરણાદિ વ્યાધિઓનું હોવાપણું છે. માટે આ આત્મા મુક્તિ પૂર્વે અવ્યાધિત હતો નહીં. અને નિર્વાણકાલે અવ્યાધિત બને છે. આ પ્રમાણે અન્યદર્શનોના મતોનો સંક્ષેપમાં પ્રત્યુત્તર પણ છે. ॥ ૧૮૭|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630