________________
૫૧૩
ગાથા : ૧૮૮
યોગદૃષ્ટિ સમુચ્ચય अमुमेवार्थं स्पष्टयन्नाहઆ જ અર્થને વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે
भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् ।
विचित्रमोहजननस्तीव्ररागादिवेदनः ॥ १८८॥
ગાથાર્થ = જન્મ અને મૃત્યુ સ્વરૂપ વિકારોવાળો, ચિત્ર-વિચિત્ર એવા મોહને ઉત્પન્ન કરનારો, અને તીવ્ર એવા રાગાદિની વેદનાવાળો એવો આ સંસાર એજ મહાવ્યાધિ (રૂ૫) છે. / ૧૮૮
ટીકા -“ભવ' સંસાર “વ” દવ્યિાયિ” | જિં વિશિષ્ટ રૂત્યાદિજન્મ-મૃત્યુtવારવાન'' નરઘુપત્નક્ષપાતત્ | ‘‘વિત્રમોહનનો' મિથ્યત્વોયમાવેન, “તત્તરાદ્વિવે:” શ્યામáમાવેજ | ૨૮૮
વિવેચન - આ સંસાર એ જ મહાવ્યાધિ છે. દુઃખોની ખાણ છે. આ વાત અતિશય સ્પષ્ટ કરતાં જણાવે છે કે શારીરિક રોગો એ જેમ દ્રવ્ય વ્યાધિ છે. તેવી રીતે આ સંસાર એ ભાવ વ્યાધિ છે વ્યાધિનું બધું જ સ્વરૂપ આ સંસારમાં ઘટે છે. જેમ શરીરમાં ફેલાયેલો વ્યાધિ અન્ન પ્રત્યે અરુચિ, વારંવાર ખાટા ઓડકાર, ઉધરસ, કફ, ચામડી ઉપર ખણજ આવવી ઇત્યાદિ અનેક વિકારો કરે છે. તેમ આ સંસાર આ જીવમાં વારંવાર જન્મ, મરણ આદિ (જરા રોગ-શોક વગેરે) વિકારો કરે છે. રોગની અતિશયતાથી જીવને મૂછ ઉત્પન્ન થાય છે. તેમ આ સંસાર જીવને કર્તવ્યાકર્તવ્યમાં મૂઢ બનાવવા રૂપ મૂછ લાવે છે, અને શારીરિક રોગ જેમ વેદનાપીડા ઉત્પન્ન કરે છે તેમ આ સંસાર ઈષ્ટાનિષ્ટ વસ્તુઓ પ્રત્યે તીવ્ર રાગ-દ્વેષાદિ અને તેના દ્વારા અનેક વિકલ્પો કરાવવા રૂપી વેદના-પીડા કરે છે. આ રીતે વિકારો, મૂર્છા અને પીડા કરવા દ્વારા આ સંસાર એજ મહાવ્યાધિ છે. સંસારને મહાવ્યાધિની ઉપમા બરાબર ઘટે છે.
ગ્રંથકારે મૂળશ્લોકમાં આ સંસારની મહાવ્યાધિની સાથે ત્રણ પ્રકારે સામ્યતા જણાવી છે. તેને અનુસારે બીજી પણ યથાયોગ્ય અનેક પ્રકારની સંસારની અને મહાવ્યાધિની સામ્યતા હોવાથી આ ભવ એ મહાવ્યાધિ જ છે.
(૧) શરીરમાં જેમ ટી.બી. કેન્સર, જલોદર જેવા મહારોગો થયા હોય ત્યારે તે રોગોના કારણે તાવ આવવો, ખાંસી થવી, વાત-પિત્ત-કફ અને વમન થવું તથા બહાર ચામડી ઉપર ચાંદાં પડવાં. ખણજ પેદા થવી, રસી નીકળવી, ચામડીનું ફીકકું પડવું ઇત્યાદિ વિકારો જગતમાં પ્રત્યક્ષ અનુભવાય છે. તેવી રીતે આ સંસારમાં જન્મ, યો. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org