________________
ગાથા : ૧૮૭ યોગદૃષ્ટિ સમુચ્ચય
પ૧૧ તાદશ ચર્થ નિવૃતો, “નામg:” પ્રહ્માંતરીપોપમો, “ ૪ નો મુક્ત
વ્યાધિના'' વક્ત ભવ્યત્વપરિક્ષા , “મવ્યાયિત '' પૂર્વ તથાતદ્વીવાલિતિ ૨૮૭૫
વિવેચન :- યોગનિરોધ કરી ઉત્તમયોગસામ્રાજ્યના બળે પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારણ કાલ પ્રમાણ શૈલેશીકરણ અવસ્થા અનુભવી સર્વ પ્રકારનાં અઘાતી કર્મોનો પણ ક્ષય કરી અશરીરી બની નિર્વાણ અવસ્થા પામેલો એવો મુક્તગત આ આત્મા કેવો હોય છે? તે ઉદાહરણથી સમજાવે છે
આ લોકમાં જે પુરુષ કેન્સર, ટી.બી, ડાયબીટીશ, બ્લડપ્રેશર, જલોદર આદિ રાજરોગથી અતિશય પીડાતો હોય અને તેને કોઈ સારી વૈદ્ય મળે. તે વૈદ્યના કથનાનુસાર ઔષધ લેવાથી કાળાન્તરે સંપૂર્ણપણે તે તે વ્યાધિઓથી મુક્ત થયો છતો જેમ પરમાનંદ યુક્ત બને છે. તેવી જ રીતે સંસારી એવી આ જીવ જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ અનેક વ્યાધિઓથી ભરપૂર એવા ભવ-વ્યાધિથી સદા પીડાય છે. તેમાં જિનેશ્વર પરમાત્મા અને તેમના માર્ગાનુસારી એવા સદ્ગુરુ રૂપી વૈદ્ય મળવાથી અને તેમના વચનાનુસાર ચાલવાથી ચૌદ ગુણસ્થાનક ઉપર આરૂઢ થઈને સર્વકર્મક્ષય કરી સંપૂર્ણપણે ભવરોગથી મુક્ત થયેલો આ આત્મા મુક્તગત થયો છતો અતિશય પરમાનંદયુક્ત બને છે. ત્યાં વિદ્યમાન રહ્યો છતો તે આત્મા અનંતકાળ સુધી અનંત સુખવાન બને છે. જે સુખ શબ્દોથી અવાચ્ય છે. સારાંશ કે આ લોકમાં વ્યાધિમુક્ત જીવ જેવો થાય છે. તેવી રીતે ભવવ્યાધિથી મુક્ત થયેલો આ જીવ પણ તેવો થાય છે.
નામાવ: પરંતુ મુક્તિકાલે તે જીવનો સર્વથા અભાવ થતો નથી. કોઈક દર્શનકારો (બૌદ્ધો) એમ માને છે કે જેમ દીપક બુઝાઈ જાય ત્યારે તે દીપક નથી સ્વર્ગમાં જતો, નથી નરકમાં જતો, કે નથી મૃત્યુલોકમાં રહેતો, પરંતુ તેનો સર્વથા અભાવ માત્ર જ થાય છે. તેવી રીતે સંસારથી નિર્વાણ પામેલ આત્મા પણ સમાપ્ત થઈ જાય છે. પરંતુ મુક્તિનામનું કોઈ સ્થાન હોય અને ત્યાં જઈને રહેતો હોય એવું બનતું નથી. આવા પ્રકારની બૌદ્ધોની માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકાર કહે છે કે નિર્વાણ પછી આત્માનો અભાવ થતો નથી. બુઝાયેલા દીપકની તુલ્ય ઉપમાવાળો એવો અભાવ થતો નથી. પરંતુ મુક્તિમાં આ આત્મા અસ્તિભાવે વિદ્યમાન જ રહે છે. અને વ્યાધિમુક્ત પુરુષની જેમ પરમાનંદ અને અનંતસુખમય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org