________________
ગાથા : ૧૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૦૯ વિવેચન - ત્યાં યોગના અને એટલે મન, વચન અને કાયાના યોગોનો નિરોધ કર્યા પછી શૈલેશી અવસ્થા આવે છતે જલ્દી જલ્દી આ ભગવાન સ્વ એવા પાંચ સ્વરોના ઉચ્ચારણ (મ રૂ ૩ 7 ના ઉચ્ચારણ) કાલમાં જ આ પ્રકારના અયોગથી જ એટલે યોગવ્યાપારના અભાવથી જ ઉત્તમ અને પ્રધાન એવા શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ સ્વરૂપ યોગબળથી જ ભવ્યાધિનો ક્ષય કરીને સર્વ પ્રકારે પરમનિર્વાણ અર્થાત ભાવનિર્વાણને પામે છે.
અહીં યોગશબ્દ બેવાર વપરાયો છે. તેના બે અર્થો છે. મન-વચન અને કાયાનો વ્યાપાર, આ ત્રણની જે પ્રવૃત્તિ તેને પણ “યોગ” કહેવાય છે. આ યોગ આશ્રયસ્વરૂપ છે. આ યોગથી આત્મપ્રદેશોની અસ્થિરતાના કારણે આ જીવ કાર્મણવર્ગણા ગ્રહણ કરીને કર્મો બાંધે છે. તેથી આશ્રવ રૂપ છે. તથા મોક્ષે યોગનન્ યો: આ આત્માને મોક્ષની સાથે જે જોડી આપે તે “યોગ.” આ યોગશબ્દ મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમસ્વરૂપ અને લયસ્વરૂપ છે. તેથી નિર્જરારૂપ છે. તેરમા ગુણઠાણાના અને મન, વચન અને કાયાના યોગોનો વિરોધ કરાય છે. તેથી ચૌદમે ગુણઠાણે આવેલો જીવ “અયોગ” કહેવાય છે. (તે મન, વચન અને કાયાના યોગ સ્વરૂપ આઝવભૂત યોગના અભાવથી કહેવાય છે.)
યો-મૂળ શ્લોકમાં જે આ પદ છે તેનો અર્થ આ ત્રિવિધ યોગનો નિરોધ થવાથી અયોગી બનેલ-શૈલેશી અવસ્થામાં આવેલો આ જીવ “યોગાસત્તમત્' પ્રધાનયોગબળથી (અહીં મોક્ષની સાથે જોડે તે યોગ એવા અર્થવાળા) સર્વશ્રેષ્ઠ એવી શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ રૂપ પ્રધાન યોગબળથી તુરત જ નિર્વાણપદને પામે છે. યોગનિરોધ થવાથી પ્રધાન એવી યોગી દશા આવે છે. અને તેનાથી શીધ્ર મુક્તિ થાય છે. તેમાં પાંચ હ્રસ્વસ્વરોના ઉચ્ચારણ એટલો જ કાળ લાગે છે પૂર્વકાળમાં આવેલા ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને ધર્મસચ્યાસ નામનો પ્રથમ સામર્થ્યયોગ જો કે મુક્તિ પ્રદાન કરનાર બને છે. પરંતુ કાળાન્તરે (કંઈક કંઈક દીર્ઘ કાળે) તે મુક્તિપ્રદાન કરે છે. જ્યારે યોગસયાસ નામના આ બીજા સામાÁયોગથી શીઘ જ પાંચ હ્રસ્વસ્વરના ઉચ્ચારણ કાળમાં જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે અહીં ત્રાવ શબ્દ ટાંકવામાં આવ્યો છે.
- ભવ-વ્યાધિનો ક્ષય કરીને આ જીવ નિર્વાણને પામે છે. આ ભવ (સંસાર) એ એક પ્રકારનો ભયંકર વ્યાધિ જ છે. સદાકાળ દુઃખ જ આપનારો છે. આ સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org