________________
૫૦૮
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૫-૧૮૬
સર્વ કેવલીઓને સમાન અનુભાગે ઉદયમાં હોતી નથી. તેથી જેવો પોતાનો પુણ્યોદય હોય છે તેવો આ યોગીઓ શ્રેષ્ઠ પરોપકાર કરે છે. હીનાધિકપુણ્યોદયના કારણે સર્વે કેવલજ્ઞાનીઓ સમાન પરોપકાર કરી શકતા નથી. માટે જ ટીકામાં કહ્યું છે કેયથામચં યથાયોગ્ય પરોપકાર કરે છે.
તથા શ્રોતાવર્ગ પણ કોઈ જીવ આસન્નભવ્ય હોય અને કોઈ જીવ આસન્નતરઆસન્તમ-દૂર-દૂરતર અને દૂરતમ ભવ્ય હોય છે. એટલે તે તે જીવોની યોગ્યતા પ્રમાણે કોઈ જીવને સમ્યકત્વ પમાડવા રૂપે, કોઈને દેશવિરતિ પમાડવા રૂપે, કોઈને સર્વવિરતિ પમાડવા રૂપે અને કોઈ જીવને અપુનર્બન્ધક આદિ બનાવવા રૂપે આ કેવલજ્ઞાની પુરૂષો યથાયોગ્ય ઉત્તમ એવો પરોપકાર કરે છે. સંસારમાં કોઈ જીવોને અન્નપાન, વસ્ત્ર-વસતિ આદિ પૌદ્ગલિક વસ્તુઓના દાનથી પણ પરોપકાર થાય છે. પરંતુ તે અલ્પકાળસ્થાયી હોવાથી અને પારદ્રવ્ય સાપેક્ષ હોવાથી તથા રાગાદિ કરનાર-કરાવનાર હોવાથી “શ્રેષ્ઠ પરોપકાર” કહેવાતો નથી. જ્યારે સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ કરાવવી તે અનંતકાળસ્થાયી હોવાથી સ્વદ્રવ્યસાપેક્ષ હોવાથી અને રાગાદિ કષાયોનો નાશ કરનાર હોવાથી આ પરોપકાર તે “શ્રેષ્ઠ પરોપકાર છે” એમ જ્ઞાનીઓ કહે છે.
તેરમા ગુણસ્થાનકે પોતાના આયુષ્યકાળ પ્રમાણે આવા પ્રકારનો ગુણદાન કરવા રૂપ શ્રેષ્ઠ પરોપકાર કરીને માત્ર અનંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે ત્યારે આ યોગી મહાત્મા યોગાન્તને (મન-વચન અને કાયાના યોગદશાના અન્તને) પામે છે. અર્થાત્ યોગનિરોધ કરે છે. અયોગી થઈ ચૌદમે જવાની તૈયારી કરે છે. / ૧૮૫ /
तत्र द्रागेव भगवानयोगाद् योगसत्तमात् ।
भवव्याधिक्षयं कृत्वा, निर्वाणं लभते परम् ॥ १८६॥ ગાથાર્થ = ત્યાં યોગનિરોધ કર્યા પછી આ ભગવાન્ અયોગી થવાથી (મન, વચન અને કાયાના યોગ વિનાના થવાથી) શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ રૂપ ઉત્તમયોગદશાના બળથી જલ્દી-જલ્દી ભવવ્યાધિનો ક્ષય કરીને પરમ એવા નિર્વાણ પદને પામે છે. | ૧૮૬ |
ટીકા “ન્ન” યોજાને પ્રીત્તેફયવસ્થા, “જ્ઞાન” શોધવ, સ્વપક્ષત્રિામાત્રા વત્રેિન, “ભવિાન,” મોનિવ્યાપારતિ,” “રામ” योगप्रधानात् शैलेशीयोगादित्यर्थः । किमित्याह-"भवव्याधिक्षयं कृत्वा" सर्वप्रकारेण "निर्वाणं लभते परं" भावनिर्वाणमित्यर्थः ॥ १८६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org