________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૪-૧૮૫
વિવેચન :આત્મા ચંદ્રતુલ્ય છે. આત્માનું વિજ્ઞાન ચાંદની તુલ્ય છે. અને ઘાતિકર્મ રૂપી આવરણીયકર્મ અન્નતુલ્ય છે. એમ ઉપમા જાણવી. અહીં ઘાતિકર્મો ચાર પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચારે ઘાતીકર્મો વિજ્ઞાનને આચ્છાદન કરવાનું જ કાર્ય કરે છે. તેથી અન્નતુલ્ય છે. પરંતુ ત–તે ઘાતિકર્મો કતયોમાનિતા તેઃ-પૂર્વેની ૧૮૧-૧૮૨ ગાથાઓમાં હમણાં જ કહેલા મુખ્ય (અનુપચરિત) એવા “ધર્મસશ્યાસ યોગ”રૂપી પવનના પ્રહારોથી હણાવાથી જ્યારે તે ઘાતિકર્મરૂપી અભ્ર દૂર થાય છે, ક્ષપકશ્રેણિની સમાપ્તિ થાય છે. ત્યારે શ્રીમાન્ એવો આ આત્મા “જ્ઞાનકેવલી' બને છે.
૫૦૬
જેમ બાહ્યલક્ષ્મી મળવાથી મનુષ્ય શ્રીમાન્ (ધનવાન) કહેવાય છે. તેમ અહીં કેવલજ્ઞાનાદિ ગુણ રૂપ અભ્યન્તર લક્ષ્મી સાંપડવાથી આ જીવ પણ શ્રીમાન્ કહેવાય છે. ધન-ધાન્ય રૂપ બાહ્યલક્ષ્મી પણ ઘણા પરાક્રમો કરવાથી (યથાર્થ પુરુષાર્થ કરવાથી) પ્રાપ્ત થાય છે. તેમ આ ગુણોરૂપી ભાવલક્ષ્મી પણ મુખ્ય (અનુપચરિત) એવા પરાક્રમ ફોરવવા રૂપ ધર્મસશ્યાસયોગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્યારે ઘાતિકર્મરૂપી વાદળ દૂર થાય છે. શ્રેણીની સમાપ્તિ થાય છે ત્યારે આ જીવ ભાવલક્ષ્મી પામ્યો છતો “સર્વજ્ઞ” થાય છે. અહીં જ્ઞાનકેવલી એટલે કેવલજ્ઞાની બને છે એમ અર્થ કરવો. કર્મધારય સમાસમાં પ્રાયઃ વિશેષણ પૂર્વપદમાં આવે છે પરંતુ કવચિત્ વિશેષણ ઉત્તરપદમાં પણ આવે છે. જેમ કે વીરપ્રમુ. તેમ અહીં વિશેષણ ઉત્તરપદ કર્મધારય સમાસ જાણવો.
ધનપ્રાપ્તિ માટે કરાતો પુરુષાર્થ એ ગૌણ છે, કારણ કે તે દ્રવ્યલક્ષ્મી છે. નાશવંત છે. વિયોગયુક્ત છે. તેથી તે પુરુષાર્થ દ્રવ્યપુરુષાર્થ છે. અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે કરાતો પુરુષાર્થ એ મુખ્ય પુરુષાર્થ છે. અનુપચરિત પુરુષાર્થ છે. કારણ કે કેવલજ્ઞાન એ ભાવલક્ષ્મી છે. અવિનાશી છે. અને સદાને માટે વિયોગ રહિત છે. તેથી તેના માટે કરાતો પુરુષાર્થ પણ ભાવપુરુષાર્થ છે. ॥ ૧૮૪ ॥
अत एवाह
આ કારણથી જ શાસ્ત્રોમાં કહેવાય છે કે
क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः ।
*
परं परार्थं सम्पाद्य, ततो योगान्तमश्नुते ॥ १८५ ॥
ગાથાર્થ
૧. વિજ્ઞાન શબ્દથી વિજ્ઞાન, સમ્યક્ત્વ, ચરણ અને દાનાદિશક્તિ સમજવી.
Jain Education International
=
ક્ષીણ થયા છે દોષો જેના એવા સર્વજ્ઞ બનેલા આ ભગવાન
For Private & Personal Use Only
www.jainelibrary.org