________________
૫O૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૮૩ પશ્ચાદ્દવર્તી વિષયની સાથે સંબંધ બતાવવા માટે જે નિરૂપણ કરવામાં આવે તે સિંહાવલોકનની તુલ્ય હોવાથી તેને સિંહાવલોકન નીતિ કહેવામાં આવે છે.
જીવને કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે ત્યાં સુધીની વાત ૧૮૨ સુધીના શ્લોકોમાં જણાવીને હવે જીવ કેવો છે? કેવલજ્ઞાન કેવું છે? અને તેનું આવરણ કેવું છે? ઈત્યાદિ વિષય જે અહીં સમજાવાય છે તે વિષય ખરેખર પૂર્વે સમજાવવો જોઈએ. તો પણ તે અહીં પાછળથી સમજાવાય છે. તેથી આ સિંહાવલોકન ન્યાય કહેવાય છે.
પ્રશ્ન :- જીવ કેવો છે?
ઉત્તર :- ભાવથી શુદ્ધ એવી પ્રકૃતિવડે અર્થાત્ તત્ત્વથી શુદ્ધસ્વભાવે કરી આ આત્મા અનાદિ-અનંતકાળથી ચંદ્રની જેવો સ્વતઃ નિર્મળ છે. જેમ ચંદ્ર સ્વતઃ ઉજ્જવળ છે. તેને ઉજ્જવળ કરવો પડતો નથી. તેવી જ રીતે આ જીવ પોતાના શુદ્ધ સ્વભાવે જ સ્વતઃ નિર્મળ છે. પરંતુ કાટવાળું વાસણ જેમ પ્રથમ મલીન હોય અને તે કાટ કાઢી ઉજ્જવળ કરવું પડે તેમ આ આત્માને ઉજ્જવળ કરવો પડે તેવું નથી. મૂલટીકામાં સ્થિત:, = સ્થાપની?” આ પદનો એવો અર્થ છે કે આ આત્મા સ્વતઃ શુદ્ધપણે તો સ્થિત (રહેલો) છે જ. તેને શુદ્ધ તરીકે સ્થાપન કરવો પડતો નથી. તેથી ચંદ્રની જેમ અથવા સ્ફટિકની જેમ સ્વતઃ શુદ્ધ છે. તેમ આ આત્મા પણ સ્વતઃ પોતાની પ્રકૃતિ વડે જ શુદ્ધ છે. તેને શુદ્ધ કરવો પડતો નથી.
તથા ચંદ્ર આકાશમાં કોઇપણ એકસ્થાને વિદ્યમાન હોવા છતાં પણ તેની ચાંદની આકાશમાં સર્વત્ર પ્રકાશ પાથરે છે. તેવી રીતે આ જીવ લોકાકાશમાં કોઇપણ એકસ્થાને વિદ્યમાન હોવા છતાં તેનું કેવલજ્ઞાન, કેવલદર્શન આદિ સ્વરૂપ વિજ્ઞાન લોકાલોક આદિ સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવોને જાણવાવાળું છે. તેથી તે જીવનું વિજ્ઞાન ચંદ્રની ચાંદની તુલ્ય પ્રકાશ અને શીતળતા (કષાયરહિતતા)વાળું છે. સમભાવ રૂપ શીતળતાયુક્ત છે.
તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો વાદળ તુલ્ય છે. જેમ જગત ઉપર પ્રકાશ પાથરતી એવી ચંદ્રની ચાંદનીને વાદળ માત્ર ઢાંકી શકે છે, પરંતુ ચાંદનીના તે પ્રકાશનો નાશ કરી શકતું નથી. તેવી જ રીતે આવરણીય કર્મો પણ જીવના વિજ્ઞાનનું આચ્છાદાન કરી શકે છે. પરંતુ જીવના તે વિજ્ઞાનનો નાશ કરી શકતું નથી. તે કારણથી જ જ્યારે વાદળ ખસી જાય છે. અથવા વાદળ નાશ પામી જાય છે ત્યારે પુનઃ યથાસ્થિત ચાંદની પ્રકાશે જ છે. તેવી રીતે જીવના વિજ્ઞાન ઉપરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org