________________
ગાથા : ૧૭૭
યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૯૫
આ શ્લોકમાં પૂર્વાધમાં યત અને ઉત્તરાર્ધમાં તત્ એવાં જે બે પદો છે. તે પૂર્વાપર સંબંધ સૂચક છે એટલે કે જે કારણથી આ દૃષ્ટિ બે કાર્ય કરનારી છે. તે કારણથી યોગીઓને આ દૃષ્ટિ અત્યન્ત માન્ય છે. તથા ઉત્તરાર્ધમાં જે તત્ર શબ્દ છે. ત્યાં અધિકરણ અર્થમાં સપ્તમી નથી. પરંતુ હેતુ અર્થમાં સપ્તમી છે. જુઓ સિદ્ધહૈમ વ્યાકરણ સૂત્ર ૨-૨-૩૦ અધિકરણ છ જાતનું હોય છે. (૧) વૈષયિક, (૨) ઔપશ્લેષિક, (૩) અભિવ્યાપક, (૪) સામીપ્ય, (૫) નૈમિત્તિક, અને (૬) ઔપચારિક. અહીં નૈમિત્તિક અધિકરણ અર્થમાં સપ્તમી થઈ છે. જેમ કે, યુદ્ધ સદાતે તે યુદ્ધના નિમિત્તે તૈયાર થાય છે. તેવી રીતે અહીં પણ તત્ર એટલે તે સત્યવૃત્તિ પદ પ્રાપ્ત કરવા માટે વિદ્વાનોને આ દૃષ્ટિ અત્યન્ત માન્ય છે યોગિરાજ મહાત્માઓ આ દૃષ્ટિ પ્રાપ્ત કરવા સારું અતિશય પ્રયત્નશીલ હોય છે. અહીં સાતમી પ્રભાષ્ટિ સમાપ્ત થાય છે. તે ૧૭૭ છે.
(પ્રભા દષ્ટિનો સાર)
આ સાતમી પ્રભાષ્ટિ ક્ષપકશ્રેણિકાળે આઠમાં ગુણસ્થાનકથી આવનાર છે. તે કાળે યોગના અંગ તરીકે “ધ્યાન” અંગ આવે છે. આત્મા વધારે ધ્યાનપ્રિય હોય છે. આત્મચિંતન રૂપ ધ્યાનમાં રત હોય છે. પરિમિત અને હિતકારી આહારના કારણે દ્રવ્યરોગ થતા નથી. અને મોહના ક્ષયના કારણે રાગ-દ્વેષાદિ ભાવરોગ થતા નથી. આ દષ્ટિ યથાર્થ તત્ત્વોના સ્વીકાર સ્વરૂપ હોય છે. અને સમતાગુણથી યુક્ત હોય છે. આ આત્માઓને કામવાસનાનાં સાધનોને જિતનારું, વિવેકના બળથી યુક્ત અને સમતાસારવાળું ધ્યાનજન્ય સુખ હોય છે. આ ધ્યાનકાળે કોઈની પણ પરવશતા ન હોવાથી પરમસુખ હોય છે. કારણ કે પરવશતા એ દુઃખનું અને સ્વવશતા એ સુખનું લક્ષણ મહાત્માઓએ કહ્યું છે.
સંસારનું તમામ સુખ અને દુઃખ ઇન્દ્રિયોને પરવશ, વિષયોને પરવશ, કર્મોને પરવશ. અને સંજોગોને પરવશ હોવાથી દુઃખ જ છે. પુણ્યોદયથી મળેલું સુખ પણ પુણ્યકર્મને પરવશ હોવાથી દુઃખ જ છે. દુઃખનાં જે ત્રણ લક્ષણો છે. (૧) આકુળવ્યાકુળતા લાવવી, (૨) શારીરિક અને માનસિક પીડા ઉપજાવવી અને (૩) ત્રાસ આપવા એ ત્રણે લક્ષણો પુણ્યોદયજન્ય સુખમાં પણ ઘટે છે માટે તે પારમાર્થિકપણે દુ:ખ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org