________________
૪૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭૮-૧૭૯ આ રીતે આ દૃષ્ટિ સમાધિ નામના અંગથી યુક્ત છે. છતાં સમાધિ મેળવવાની ઉત્સુક્તા, અધીરાઈ કે તાલાવેલી હોતી નથી. તથા પ્રાપ્ત થતી જતી સમાધિથી પણ તે સમાધિની આસક્તિ કે રાગાદિભાવ હોતા નથી. તેથી “આસંગ દોષ” રહિત આ સમાધિ હોય છે.
તથા ચંદન જેમ સહજપણે ચારે તરફ સુગંધ ફેલાવે છે, તેવી જ રીતે આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓની સ્વગુણરમણતા સ્વરૂપ પ્રવૃત્તિ સહજપણે જ આત્મસાત્ થઈ જાય છે. બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવાના આશય દ્વારા પ્રવૃત્તિ થતી નથી. આવા પ્રકારનો પ્રવૃત્તિ ગુણ અહીં પ્રગટે છે. આસંગદોષવર્જિત એવી આ સમાધિ ચંદનગધના ન્યાયે ભૂતપ્રવૃત્તિ (આત્માની સહજ પ્રવૃત્તિ) સ્વરૂપ જ બની જાય છે. પરંતુ વાસના (ઇચ્છા)વાળું ચિત્ત ન હોવાના કારણે આશયથી ઉત્તીર્ણ એવી આ સમાધિ હોય છે. ઇચ્છાપૂર્વકની પ્રવૃત્તિ ન હોવાથી અને ચંદનગંધન્યાયે સહજપણે પ્રવૃત્તિ હોવાથી કોઈ પણ પ્રકારની વાસના (ઇચ્છાઓ)વાળું ચિત્ત હોતું નથી. માટે જ આશયરહિત એવી આ સમાધિ પરાષ્ટિકાલે સંભવે છે. || ૧૭૮||
निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः ।
आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં વર્તતો આત્મા જ્ઞાનાચારાદિ આચારોના આસેવનની અપેક્ષાએ નિરાચારપદયુક્ત હોય છે. અને અતિચાર રહિત હોય છે. કારણ કે તેની સઘળી ચેષ્ટા પર્વત ઉપર ચઢેલાને ચઢવાના અભાવવાળી ગતિવત્ત જેવી હોય છે. I૧૭૯
ટીકા-“નિર/Rપ દિ' પુત્ર ! “માં” દણ યો ભવતિ પ્રતિમા -માવા | “મતિવારવિવર્જિતત્તવિચનામાવેન'' | “મારોહમાવાતિवत्त्वस्य" योगिनश्चेष्टितं भवति । आचारजेयकर्माभावात् । निराचारपद इत्यर्थः || ૨૭૬.
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા મહાત્મા યોગીને કાને વિષે વધુમાં ઇત્યાદિ ગાથામાં કહેલા આઠ પ્રકારના જ્ઞાનાચાર, આઠ દર્શનાચાર, આઠ ચારિત્રાચાર, બાર તપાચાર અને ત્રણ વર્યાચાર રૂપ ઓગણચાલીશ પ્રકારના આચારો સેવવાના હોતા નથી. કારણ કે તે આચારોના સેવનથી જ્ઞાનાદિ ગુણો જે સાધવાના હતા. તે પ્રાપ્ત થઈ ચૂકયા છે. તેથી નિરાચારપદવાળા આ યોગી હોય છે. તથા પ્રતિક્રમણ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org