________________
૫૦૧
ગાથા : ૧૮૧
યોગદૃષ્ટિ સમુચ્ચય तन्नियोगान्महात्मेह, कृतकृत्यो यथा भवेत् ।
तथाऽयं धर्मसन्यास-विनियोगान्महामुनिः ॥ १८१॥ ગાથાર્થ = આ સંસારમાં તે રત્નોના વેપારથી મહાભાગ્યશાળી એવો તે વેપારી (ઘણું ધન મળી જવાથી) જેમ કૃતકૃત્ય થાય છે. તેવી જ રીતે આ મહામુનિ પણ ધર્મસન્યાસ યોગની પ્રાપ્તિ થવાથી કૃતકૃત્ય થાય છે. તે ૧૮૧ |
ટીકા-“તરિયો' રત્નનિયો તું, “હાદ' નો “કૃતકૃત્યો યથા મ” વશકત્સવ | ‘‘તથાથથિતયો, થfજાવિનિયોતિ'' સાશાતું, “મુનિ:” તો ભવતીતિ | ૨૮૨
વિવેચન - ઉપરના શ્લોકમાં કહેલી હકીકત વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે આ સંસારમાં કોઇ તે રત્નોનો વેપારી મહાત્મા (મહાભાગ્યશાળી પુરુષ) જેમ તે રત્નોના વેપારથી અગણિત ધન મળી જવાથી પોતાની જાતને કૃતકૃત્ય માને છે. અતિશય આનંદમગ્ન બને છે. અને સંસારના સુખે સુખી બને છે. તેવી જ રીતે આ પ્રસ્તુત યોગી મહાત્મા એટલે કે આઠમી દૃષ્ટિમાં આવેલા યોગી મહાપુરુષ પણ ધર્મસથાસયોગની પ્રાપ્તિ થવાથી કૃતકૃત્ય થાય છે. અને અતિશય સ્વભાવાનંદરામી બની જાય છે. તથા આત્મગુણોથી સુખી થાય છે.
પ્રશ્ન - ધર્મસન્યાસ યોગ એટલે શું? અને તેની પ્રાપ્તિથી આટલો આનંદ અને કૃતકૃત્યતા કેમ ?
ઉત્તર - ચારથી સાત ગુણસ્થાનક સુધી હીનાધિકપણે મોહનીયકર્મનો ક્ષયોપશમ આ યોગીને વર્તે છે. અને તે કર્મના ક્ષયોપશમથી ક્ષમા, નમ્રતા, આર્જવતા આદિ જે જે (ગુણો ધર્મો) પ્રાપ્ત થયા છે તે સર્વે ક્ષાયોપથમિકભાવના છે. ક્ષાયોપથમિકભાવના ગુણો (ધર્મો) હોવાથી મોહનીયકર્મના ઉદયની અપેક્ષાવાળા છે. જેથી અતિચાર(દોષો)નો તેમાં સંભવ છે. જ્યારે આઠમી દૃષ્ટિ આવે છે ત્યારે ક્ષપકશ્રેણિનો પ્રારંભ થવાથી મોહનીયકર્મનો સર્વથા (ઉદય અને સત્તા એમ બન્ને રીતે) ક્ષય થવાથી ક્ષાયિકભાવના ગુણો (ધર્મો) પ્રગટ થાય છે. ત્યાં મોહનીયકર્મ ન હોવાથી અતિચાર(દોષો)નો સર્વથા સંભવ નથી. સંપૂર્ણ શુદ્ધ ગુણોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આ દૃષ્ટિકાળે લાયોપથમિકભાવના ધર્મોનો સન્યાસ (ત્યાગ) થવાથી અને ક્ષાયિકભાવના ધર્મોની પ્રાપ્તિ થવાથી આ મહાત્માને સહજ સ્વભાવની પ્રાપ્તિનો અત્યન્ત આનંદ પણ થાય છે. તથા તે યથાર્થપણે કૃતકૃત્ય બન્યા છે. જે સંસારસાગર તરવાનો હતો તે સંસારસાગર તર્યા છે. માટે અતિશય આનંદ હોય છે. તે ૧૮૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org