________________
उ४० યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૬ છે જ નહીં. ઝાંઝવાના જળમાં જળ પદાર્થ વિના જેમ જળ જ્ઞાન માત્ર થાય છે. તેમ શેય વિના આત્મામાં પ્રગટ થતું જ્ઞાન-માત્ર જ પારમાર્થિક વસ્તુ છે. આવા પ્રકારનું જ્ઞાનાતવાદી બૌદ્ધનું માનવું છે. તેની સામે કોઈ વાદી કદાચ એવો પ્રશ્ન કરે છે કે અરે ભાઈ બૌદ્ધ ! ઘટ-પટાદિ પદાર્થો આંખ સામે પ્રત્યક્ષ સર્વ લોકોને અનુભવ સિદ્ધ છે. જલાધારાદિ અર્થક્રિયા પણ કરે છે. અને તેવા તેવા તે તે પદાર્થો માન્યા વિના તેઓનું જ્ઞાન થાય જ કેવી રીતે? શેય વિના જ્ઞાન કદાપિ ન થાય. કારણ કે આત્મામાં ઉત્પન્ન થતું જ્ઞાન શેયપદાર્થના આલંબનથી જ ઉત્પન્ન થાય છે. માટે આ સંસારમાં શેય હોય તો જ જ્ઞાન થતું જણાય છે. તેથી શેય કોઈ છે જ નહીં અને શેય વિના જ્ઞાનમાત્ર જ થાય છે. આ વાત યુક્તિસંગત કેમ કહેવાય? ત્યારે આ બૌદ્ધ કુતર્કના સહયોગથી આવો ઉત્તર આપે છે કે
હે ભાઈ ! પદાર્થ ન હોવા છતાં પણ જ્ઞાન થઈ શકે છે. જ્ઞાન ઉત્પન્ન થવામાં શેય હોવું એ કંઇ જરૂરી નથી. જુઓ આંખના રોગીને એક ચંદ્રના સ્થાને બે ચંદ્ર દેખાય છે. હકીકતથી બે ચંદ્ર ન હોવા છતાં બે ચંદ્ર દેખાયાને ! તથા સ્વપ્નમાં માણસ જે વસ્તુ દેખે છે તે વસ્તુ ત્યાં નથી તો પણ દેખે છે ને! તથા ઝાંઝવાના જળમાં પાણી ન હોવા છતાં પાણી દેખાય છે ને! આ પ્રમાણે આ સંસારમાં જે કંઈ દેખાય છે. જણાય છે તે જ્ઞાનમાત્ર જ છે. ત્યાં તે પદાર્થ છે જ નહીં. શેયના આલંબન વિના જ્ઞાનમાત્ર જ થાય છે. (તેને જ નિરાલંબન જ્ઞાન કહેવાય છે.) આ પ્રમાણે દ્વિચંદ્રજ્ઞાન, સ્વપ્નજ્ઞાન અને મૃગતૃણિકા-જલજ્ઞાનનાં દૃષ્ટાન્તો રજુ કરીને તેના સહયોગથી સર્વે પણ જ્ઞાન આવાં જ હોય છે. અર્થાત્ નિરાલંબન જ હોય છે, એવું સિદ્ધ કરે છે કે જે પ્રત્યક્ષ-અનુભવ વિરુદ્ધ અને લોકવિરુદ્ધ છે. આવું અસમંજસ બોલતો હોવા છતાં પણ તર્ક અને દૃષ્ટાન્તના સહયોગવાળો હોવાથી તે કુતર્કવાદી કોના વડે જીતાય? અર્થાત્ કોઈનાથી ન જીતાય, જ્યારે તેનું પોતાનું મિથ્યાત્વ મંદ પડે અને કુદષ્ટિને બદલે સુદૃષ્ટિ થાય ત્યારે તેને પોતાને પોતાની સદૃષ્ટિથી જ સમજાય કે પ્રથમ દૃષ્ટાન્તમાં આંખની અંદર રોગ છે માટે બે ચંદ્ર દેખાય છે. તેથી નિરોગીને થતું એક ચંદ્રનું જ્ઞાન કંઈ શેય વિનાનું ન કહેવાય. એવી જ રીતે સ્વપ્નજ્ઞાન-કે ઝાંઝવાના જલનું જ્ઞાન એ જમાત્મક જ્ઞાન છે. ભ્રમાત્મક જ્ઞાન મિથ્યા હોવાથી શેય વિના થાય, પરંતુ તેથી સર્વે યથાર્થજ્ઞાન પણ શેય વિનાનું જ છે એમ ન કહેવાય. તથા એક ચંદ્રનું કે બે ચંદ્રનું જ્ઞાન પણ જો સંસારમાં ચંદ્ર જ ન હોત તો તેના ઉલ્લેખવાળું જ્ઞાન જ કેમ થાત? તેવી જ રીતે સ્વપ્નમાં થતું જ્ઞાન કે ઝાંઝવાના જલમાં થતું જલજ્ઞાન પણ ત્યાં તે તે પદાર્થ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org