________________
ગાથા : ૧૭૩-૧૭૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૮૯ નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી |
અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી રે !
શહેરમાં વસનારા ધનવાન પુરુષનું સુખ પામર (નિર્ધન) માણસ જાણી શકતો નથી. પતિની સાથેના સંભોગનું સુખ કુમારિકા જાણી શકતી નથી. તેવી રીતે ધ્યાનનું સુખ અનુભવ વિનાના નર-નારી જાણી શકતા નથી ll૧૭૩
ध्यानं च निर्मले बोधे, सदैव हि महात्मनाम् ।
क्षीणप्रायमलं हेम, सदा कल्याणमेव हि ॥ १७४॥ ગાથાર્થ = મહાત્મા પુરુષોને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમથી નિર્મળ બોધ ઉત્પન્ન થયે છતે હંમેશાં ધ્યાનદશા જ હોય છે. કારણ કે ક્ષીણ થયો છે. પ્રાયઃ મલ જેમાંથી એવું હેમ સદા કલ્યાણરૂપ જ હોય છે. મેં ૧૭૪
ટીકા-“ધ્યાને ર નિર્ત વોયે અષ્ટયોપશમસમુળે સતિ | મિત્યાદિ“áવ દિ મહભિન” મુનીનામ્ પતવ પ્રતિવનૂપમથાદ-“ક્ષપ્રાયમ7 હે'' સ્વળ “સ ચાાવ દિ' તથાવસ્થાપત્તે / ૨૭૪
વિવેચન - પૂર્વબદ્ધ એવા જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ કર્મોનો સ્પષ્ટ એવો નિર્મળ થયોપશમ થવાથી ઉત્પન્ન થયેલો સુંદરતમ બોધ આ જીવમાં આવે છતે તે મહાત્મા પુરુષોને સદા ધ્યાનદશા જ હોય છે. નિર્મળ જ્ઞાનયોગના બળે અને નિર્મોહદશાના બળે આ યોગી પુરુષો પોતાના મનમંદિરમાં પોતાના આત્માની પરમાત્મદશાનું જ સતત ધ્યાન કરે છે. અહીં એવી શ્રેષ્ઠ જ્ઞાનદશા વર્તે છે. તેથી જ ધ્યાન દશાનું પરમસુખ અનુભવાય છે. આત્માના ગુણોનું ચિંતવન એવું ઉત્કટ બને છે. કે જેના પ્રતાપે પુગલોના સુખ-દુ:ખનો યોગ થવા છતાં પણ તેના સુખ-દુઃખનો અનુભવ જીવને વર્તાતો નથી. આ વાત તેની સમાન એક સુંદર ઉદાહરણ દ્વારા સમજાવે છે કે
ખાણમાંથી નીકળેલું સોનું માટી સાથે હોવાથી સમલ છે. પરંતુ અગ્નિમાં તપાવવા આદિ પ્રક્રિયા કરવા દ્વારા ક્ષીણ થયો છે. પ્રાયઃ (માટી રૂ૫) મલ જેમાંથી એવું તે સુવર્ણ હવે સદાને માટે કલ્યાણરૂપ સુવર્ણ જ રહે છે. અર્થાત્ હવે તે કદાપિ અસુવર્ણ (માટી કે એવી તુચ્છ વસ્તુરૂપ) બનતું જ નથી. એકવાર શુદ્ધ થયેલું તે સોનું સદાને માટે શુદ્ધ સુવર્ણભાવ રૂપ જ બને છે. તેવી રીતે એકવાર જે જીવ ક્ષીણપ્રાયકર્મ મલવાળો થાય છે. તે સદા તેવો શુદ્ધ જ રહે છે. || ૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org