________________
૪૧૭
ગાથા : ૧૩૬
યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન :- સર્વજ્ઞામાં “દેશનાભેદ હોવાનું એક કારણ “વિનેયાનુગુણ્ય” (શિષ્યોનું હિત કેમ થાય?) તે પૂર્વે ગાથા-૧૩૪-૧૩૫માં જણાવ્યું. હવે આ ગાથામાં બીજું કારણ જણાવે છે કે
જ્યારે જ્યારે સર્વજ્ઞ ભગવંતો ધર્મદેશના આપે છે. ત્યારે ત્યારે તે ધર્મદેશના તેમના મુખથી નિકળવાને આશ્રયી એક જ પ્રકારની હોય છે. સર્વજ્ઞોના મુખથી નિકળતી દેશના નિર્ગમનકાળે એક જ પ્રકારની હોય છે. પરંતુ શ્રોતાઓ ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા હોવાથી તેઓનું કલ્યાણ થાય તે રીતે તે તે શ્રોતાઓને સર્વજ્ઞની દેશના જુદી જુદી સંભળાય છે. અને તેમાં સર્વજ્ઞ આત્માઓનો “અચિજ્ય પુણ્યપ્રભાવ” જ કારણ છે.
બધા શ્રોતાઓ સમાન હોતા નથી. કારણ કે તે સર્વેનું “તથાભવ્યત્વ” ભિન્નભિન્ન હોય છે. કોઈ જીવ આસન્ન-ભવ્ય હોય છે. કોઈ જીવ કંઈક દૂર કાળે મુક્તિગામી હોય છે. કોઈક જીવ વધુ દૂર કાલે મુક્તિગામી હોય છે. આ પ્રમાણે જીવે જીવે તથાભવ્યત્વનો પરિપાક ભિન્ન-ભિન્ન હોય છે. તે કારણથી શ્રોતાઓનો વિશેષ ભેદ અવશ્ય હોય જ છે. તે સર્વે શ્રોતાઓનું કલ્યાણ કરવાની ભાવનાવાળા આ સર્વજ્ઞો હોય છે. પરંતુ બોલવા માટેની “જિહા” ક્રમસર જ શબ્દપ્રયોગ છોડી શકે છે. એકી સાથે ભિન્નભિન્ન શબ્દો છોડી શકતી નથી. તેથી સર્વજ્ઞ ભગવન્તો જ્યારે જ્યારે બોલે છે. ત્યારે
ત્યારે તેમના મુખથી નિકળતી ધર્મદેશના (શબ્દપ્રયોગ) એક જ જાતનો હોય છે. તો પણ તે મહાત્માઓના (પૂર્વે બાંધેલા અને અત્યારે ઉદયમાં આવેલા) અચિન્ય પુણ્યપ્રભાવથી (તીર્થકર નામકર્મના વિપાકોદયથી) સર્વે શ્રોતાઓને પોતાનું હિત થાય તે રીતે ભિન્ન-ભિન્નપણે સંભળાય છે.
તીર્થંકર થનારા આ સર્વે મહાત્માઓ પૂર્વે ત્રીજા ભવમાં એવી ઉચ્ચકોટિની ભાવકરુણા ભાવે છે કે “જો મારી શક્તિ પ્રગટે તો હું સર્વે જીવોને શાસનના રસિક કરું = ધર્મબીજ પમાડું” આવી ભાવનાના બળે જે ઉત્તમકોટિનું પુણ્યકર્મ બાંધે છે.તે કર્મ અન્તિમ ભવમાં સર્વજ્ઞ થયા પછી ઉદયમાં આવે છે. તેથી તેઓનો “અચિન્ય પુણ્યપ્રભાવ” પ્રગટે છે. જેથી જિલ્લા દ્વારા બોલાતી એક જ જાતની દેશના શ્રોતાઓની યોગ્યતા પ્રમાણે વિભિન્ન રીતે પરિણામ પામે છે. એટલું જ નહીં, પરંતુ પ્રત્યેક શ્રોતાને એમ જ લાગે છે કે ભગવાન મને જ ઉદેશીને કહે છે. આ મારા પ્રતિબોધ માટે જ આમ કહે છે. વળી પ્રત્યેક શ્રોતાને પોતપોતાની ભાષામાં સંભળાય છે. પશુઓને પશુઓની ભાષામાં, મનુષ્યોને મનુષ્યોની દેશ-વિશેષવાળી ભાષામાં અને દેવોને દેવોની ભાષામાં સંભળાય છે આવો તે સર્વજ્ઞ તીર્થકરોનો “પુણ્યપ્રભાવ” હોય છે. યો. ર૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org