________________
૪૫૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૬ तत्त्वेन" परमार्थेन "भावान्" पदार्थान् । कुत इत्याह-"श्रुतविवेकतः सम्यक्પરિન, શ્રુતજ્ઞાન | Bદ્દા
વિવેચન - માયામરીચિ, ગન્ધર્વનગર, અને સ્વપ્ન આ ત્રણના અર્થ પ્રથમ વિચારીએ. આ ત્રણે દેખાય છે સુંદર, પરંતુ બ્રમાત્મક હોવાથી છે અસુંદર.
માયામરીચિ -એટલે મૃગતૃષ્ણિકા-ઝાંઝવાનું જળ. સડક ઉપર સૂર્યનાં કિરણો પડવાથી જળ જેવું દેખાય છે. જીવોને આવા પ્રસંગે જળ દેખાય છે. પરંતુ જળ હોતું નથી. જળનો ભ્રમ જ થાય છે. જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે તે જળ આગળ આગળ જ (બ્રમાત્મકપણે) દેખાય છે. ત્યાં કદાપિ પાણી હોતું નથી.
ગાન્ધર્વનગર - એટલે હરિશ્ચંદ્રપુરાદિ અર્થાત્ આકાશમાં ઉત્પન્ન થતું વાદળોનું નગર, આ નગર પણ સાચું હોતું નથી અને ક્ષણવારમાં જ નાશ પામે છે. હતું ન હતું થઇ જાય છે. અને આકાશ ખુલ્લું બની જાય છે.
સ્વપ્ન - તો પ્રસિદ્ધ જ છે. નિદ્રાકાલ સેવકોએ મારો રાજ્યાભિષેક કર્યો એવું સ્વપ્ન આવે પરંતુ નિદ્રા દૂર થયે છતે જુએ તો કંઈ દેખાય નહીં, એટલે આ પણ ભ્રમ જ છે. મનની મિથ્યા કલ્પના માત્ર છે.
જ્યારે જીવ સ્થિરા દૃષ્ટિમાં આવે છે ત્યારે સમ્યકત્વ અને વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી તે જીવને શ્રુતજ્ઞાન સમ્યગ્માવે પરિણામ પામે છે. તેથી શ્રુતજ્ઞાનના ભાવપરિણામના કારણે આ બધા સંસારસુખના સાધનભૂત શરીર, ઘર, ધન વગેરે બાહ્ય (પૌદ્ગલિક) ભાવો આ જીવને પારમાર્થિકપણે ઉપર આપેલા ત્રણે ઉદાહરણો જેવા લાગે છે.
ઝાંઝવાના જળમાં જેમ જળ નથી પણ જળનો ભ્રમમાત્ર થાય છે. ગન્ધર્વ નગર એ નગર નથી. પરંતુ નગરપણાનો ભ્રમ માત્ર છે. તથા સ્વપ્નમાં જણાતા રાજ્યાભિષેકાદિ ભાવો તે યથાર્થ નથી પરંતુ ભ્રમમાત્ર છે. તે પ્રમાણે આ સંસારમાં પ્રાપ્ત થયેલાં શરીર, ઘર, ધન અને પરિવારાદિ સર્વે પણ અન્ય દ્રવ્યના સંયોગો રૂપ બાહ્ય ભાવો આ ત્રણના સમાન, અર્થાત્ એના જેવા જ ભ્રમાત્મક માત્ર જ છે. સુખ નથી પરંતુ સુખનો ભ્રમ માત્ર છે. પૂર્વકૃત કર્મજનિત હોવાથી કર્મ વિફરે ત્યારે વિફરનારા હોવાથી પ્રકૃતિએ અસુંદર પણ છે. અને પુણ્યકર્મ પૂર્ણ થયે છતે નાશ પામવાના સ્વભાવવાળા હોવાથી અસ્થિર પણ છે.
આ દૃષ્ટિમાં આવેલા જીવને ભોગો અને બાહ્યભાવો આવા લાગે છે. ll૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org