________________
૪૭૫
ગાથા : ૧૬૪
યોગદૃષ્ટિ સમુચ્ચય આવી દૃષ્ટિ જયારે આવે છે, વૈરાગ્ય વૃદ્ધિ પામે છે, સંસાર તુચ્છ, અસાર અને ભવભ્રમણાનો જ હેતુ દેખાય છે, ત્યારે આ જીવમાં કયા કયા ગુણો નથી આવતા? અર્થાત્ આવા ઘણા ગુણો સહજભાવે જ પ્રગટે છે. અને આત્માનું કલ્યાણ વધતું જાય છે. દૃષ્ટિ અતિશય વિશુદ્ધ-વિશુદ્ધતર બની હોવાથી બાહ્ય આચરણ પણ નિષ્કપટભાવે કેવળ આત્માના ઉપકારની બુદ્ધિએ જ એવું સુંદર પ્રવર્તે છે કે તેના પ્રતાપે આ જીવ સર્વને પ્રિય પણ થાય છે. ધર્મના કાર્યોમાં સ્થિર મનવાળો પણ બને છે અને આત્મકલ્યાણ સાધનાર બને છે. પતવાદ-આ જ વાત વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે કે
श्रुतधर्मे मनो नित्यं, कायस्त्वस्यान्यचेष्टिते ।
अतस्त्वाक्षेपकज्ञानान भोगा भवहेतवः ॥ १६४ ॥ ગાથાર્થ = આ જીવનું મન હંમેશાં મૃતધર્મમાં જ હોય છે. માત્ર કાયા જ અન્ય ક્રિયાઓમાં હોય છે. આ કારણથી “આક્ષેપક” જ્ઞાનના પ્રભાવથી તે જીવને ભોગો ભવ-હેતુ થતા નથી. / ૧૬૪ |
ટીકા-“શ્રતય” માણે, નો નિર્ચ” તાવનોપપ . “વસ્તુ” काय एव, अस्याधिकृतदृष्टिमतो, “अन्यचेष्टिते" सामान्ये “अतस्त्वत" एव વIRUIત્ “માપજ્ઞાનત' સાક્ષેપક્ષજ્ઞાન મૂર્તિન, “મોm'' ક્રિયાર્થસવન્યા, “મવાવ:” સંસારહેતો “ર” કૃતિ ૬૪
વિવેચન :- મર્યાપ્રસ્તુત એવી આ કાન્તા નામની છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા જીવનું મન હંમેશાં મૃતધર્મમાં જ લાગેલું હોય છે. અર્થાત્ શાસ્ત્રજ્ઞાનની સૂક્ષ્મ વિચારણાઓમાં અને તે શાસ્ત્રોની જ વિશેષ વિશેષ ભાવનાઓમાં લયલીન હોય છે. વેરાવતું આ પદમાં કહેલો 1 શબ્દ એવકાર અર્થમાં છે. એટલે માત્ર કાયા જ અન્ય એવાં સાંસારિક સામાન્ય કાર્યોમાં હોય છે. અર્થાત્ આહાર-વિહાર આદિ રૂપ સામાન્ય સંસારી કાર્યોમાં માત્ર (મન વિનાની) એકલી કાયા જ પ્રવર્તતી હોય છે. આ યોગીનું મન શાસ્ત્રજ્ઞાનમાં અને કાયામાત્ર જીવન ટકાવવાના આધાર ભૂત એવા આહાર-નિહારાદિ રૂપ સામાન્ય કાર્યમાં પ્રવર્તે છે. આટલા બધા નિર્લેપ દશાવાળા આ યોગી મહાત્માઓ હોય છે.
તતુ આ કારણથી આ મહાત્માઓ જે આહાર-વિહાર અને વિહારાદિ કાર્યો કરે તે સર્વે-પાંચ ઇન્દ્રિયોના ભોગો આવા પ્રકારના “આક્ષેપક જ્ઞાનના” પ્રભાવથી તેઓને ભવહેતુ (સંસારની પરિભ્રમણા)નું કારણ બનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org