________________
૪૮૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭૧-૧૭૨
સહજસુખ છે. અર્થાત્ સ્વવશ છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારું સુખ પરવશ છે. તથા ખરેખર તે સુખ નથી, સુખાભાસ માત્ર જ છે. એટલું જ નહીં દુઃખ જ આપનારું છે. એટલે જ શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ પાંચ કામના સુખનાં જે સાધનો છે. તેના ઉપર વિજય મેળવનારું આ ધ્યાનજન્ય સુખ છે. વિષયોના અનુભવો એ આસક્તિ કરાવનારા, પાપકર્મ બંધાવનારા અને સ્વરમણતામાં પ્રતિબંધ કરાવનારા લાગે છે. તેથી તે પાંચ સાધનોની (આસક્તિ)નો ત્યાગ કરાવનારું આ સુખ છે.
વિવેકવનિર્વાતં સ્વદ્રવ્ય શું? આત્મદ્રવ્ય. પરદ્રવ્ય શું? શરીરાદિ પુદ્ગલદ્રવ્ય. એમ સ્વ-પરવસ્તુના ભેદવિજ્ઞાન દ્વારા જે વિવેક પ્રગટે છે. તે વિવેકના બળથી આ ધ્યાનજન્ય સુખ જીવને પ્રાપ્ત થાય છે. મિશ્ર થયેલા દૂધ-પાણીને જેમ હંસ છૂટા પાડે છે. પછી દૂધ-દૂધ પી જાય છે. પાણી-પાણી રહેવા દે છે. તેવી રીતે આ દૃષ્ટિવાળા મુનિરૂપી પરમહંસ આત્મીય-અનાત્મીયભાવોને ભેદજ્ઞાનથી જાણીને વિવેકવાળા બને છે. પછી આત્મીયભાવો જ આદેય માની સ્વીકારે છે અને અનાત્મભાવો બંધનકર્તા સમજી તેનો ત્યાગ કરે છે. જેથી પરદ્રવ્યોની બંધનતાથી મુક્ત થયેલા આ જીવને આત્મગુણોના અનુભવરૂપ સહજસુખનો આનંદ પ્રાપ્ત થાય છે.
શમણા મોહના વિકલ્પો બળી ગયા હોવાથી ચિત્તનો પ્રવાહ સમતાભાવની પ્રધાનતાવાળો વહ્યા જ કરે છે. જેમ તરંગો રહિત શાન્ત એવી સરિતાના જળનો પ્રવાહ વહે, તેમ આ યોગી મહાત્માનો ચિત્તપ્રવાહ શાન્તભાવે નિર્મળ ધ્યાનદશામાં વહ્યા જ કરે છે. કોઈ પ્રકારના વિકલ્પો ઉઠતા જ નથી. વિવેક બુદ્ધિ જાગવી એ જ આ શમભાવનું ફળ છે. તેથી હંમેશાં વિવેક યુક્ત આ જીવમાં સમતા સારવાળું સુખ હોય છે. તેના એવા સંસ્કાર જામી જાય છે કે સંસ્કારના બળથી જ તેમની પ્રશાન્તવાહિતાવાળું શ્રેષ્ઠ ધ્યાનદશાનું પરમસુખ આ યોગી મહાત્માને હોય છે. | ૧૭૧
सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखं ।
પતતુત સમાસેન, નક્ષ સુq-gયોઃ ૨૭ર | ગાથાર્થ = જે પરવશતા છે તે બધું દુઃખ છે અને જે વવશતા છે તે સર્વે સુખ છે સંક્ષેપમાં સુખ અને દુઃખનું આ લક્ષણ કહ્યું છે. તે ૧૭૨ /
ટીકા-“સર્વ પરવશ દુરd'' તત્તક્ષયોનું “સર્વાત્મવાં સુd” ગત વ તો ! “તિલુક્ત' મુનિના, “સમાસેન” સંક્ષેપે, “ન્નક્ષન'' સ્વરૂપ કુઉ-કુવયિિત” ૨૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org