________________
૪૮૩
ગાથા : ૧૭૦
યોગદષ્ટિ સમુચ્ચય प्रतिपादिता षष्ठी दृष्टिः, साम्प्रतं सप्तम्युच्यतेછઠ્ઠી દષ્ટિ સમજાવી. હવે સાતમી પ્રભાષ્ટિ કહેવાય છે.
ध्यानप्रिया प्रभा प्रायो, नास्यां रुगत एव हि । તપ્રતિપત્તિયુતા, સપ્રવૃત્તિપતાવE || ૨૭૦ |
ગાથાર્થ =સાતમી પ્રભા દષ્ટિ ઘણું કરીને ધ્યાનપ્રિય હોય છે. અને આ જ કારણથી આ દૃષ્ટિમાં રોગદોષ હોતો નથી. તથા આ દૃષ્ટિ તત્ત્વપ્રતિપત્તિથી યુક્ત હોય છે. અને સત્યવૃત્તિપદને આપનારી હોય છે. જે ૧૭ll
ટીકા-“ધ્યાનપ્રિયા થાનવત્નમાં વિક્ષેપોન “મા” દૃષ્ટિઃ “” બરિન્ટેન “ર થાં” દઈ ““'' વેના “મત પુલ દિ'' તથા “તત્વપિત્તિયુતા'' વિશેષેણ, પર્વ “પ્રવૃત્તિપવિત્તિ'' પિfuતાર્થ ૨૭૦ ||
વિવેચન - આ સાતમી પ્રભા દૃષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો છે “ધ્યાન” નામનું યોગનું સાતમું અંગ, “રોગ” દોષનો અભાવ, અને “તત્ત્વપ્રતિપત્તિ” નામના ગુણની પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારની આ દૃષ્ટિ ધ્યાનપ્રિય, વિશેષે શમસંયુક્ત અને સત્યવૃત્તિપદને આપનારી હોય છે.
બોધ સૂર્યની પ્રભા તુલ્યઃ- આ દૃષ્ટિમાં જ્ઞાન ગુણ સૂર્યની પ્રભા જેવો તેજસ્વી અને બળવાન હોય છે. છઠ્ઠી દૃષ્ટિમાં જ્ઞાન તારાની પ્રભા જેવું હતું. તેના કરતાં અહીં અનેકગણો તેજસ્વી અને પ્રભાવશાળી બોધ હોય છે. “પ્રભા” એવું તેનું નામ પણ અહીં પ્રભા પ્રકૃષ્ટ પ્રકાશ, ઘણી જ પ્રકાશ એવો અર્થ હોવાથી સફળ છે. સૂર્ય જગતના સર્વે પદાર્થોને જેમ પ્રકાશિત કરે છે. તેવી જ રીતે આ દૃષ્ટિમાં સર્વે પદાર્થોનું શાસ્ત્રને અનુસાર વિશેષ અને યથાર્થ દર્શન થાય છે. આત્માનુભવ પણ વધુ બળવાન અને ક્ષયોપશમના અનુસાર વિશિષ્ટ હોય છે.
યોગનું સાતમું અંગ ધ્યાન- અહીં સૂર્યની પ્રભા જેવો પ્રકૃષ્ટ બોધ થયેલ હોવાથી તે બોધ નિરંતર ધ્યાનનો જ મુખ્યત્વે હેતુ બને છે. કારણ કે જો જ્ઞાન બળવાન હોય તો ધ્યાન પણ બળવાન બને છે. જ્ઞાનમાં જાણેલા ભાવોનું એકાગ્રચિત્તે મનન કરવા ૧. આ છેલ્લું પદ પ્રવૃત્તિપરાવાને બદલે કોઈ કોઈ પુસ્તકોમાં વિશેષે માચિતા આ પ્રમાણે પણ આવે છે. તેનો અર્થ વિવેચનમાં આપેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org