________________
४७४
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૨-૧૬૩
સુંદર તત્ત્વબોધ થયેલ હોવાથી અને દૃષ્ટિ આત્મતત્ત્વ ભણી વધુ ઢળી હોવાથી તે તત્ત્વો સંબંધી તર્ક-વિતર્ક અને દાખલા-દલીલપૂર્વક સૂક્ષ્મ-સૂક્ષ્મ ઉત્તમોત્તમ વિચારાત્મક એવી મીમાંસા પ્રગટે છે. ચિંતન-મનન કરવાની સ્કૂરણા જાગે છે. જ્યારે જ્યારે શેષકામોમાંથી નિવૃત્તિ મળે ત્યારે ત્યારે તત્ત્વોની સુંદર વિચારણા જ કરે છે. અને આ વિચારણા અવશ્ય હિતોદય કરનારી જ થાય છે. કારણ કે તેવી ઉત્તમોત્તમ સૂક્ષ્મ વિચારણાઓ દ્વારા સમ્યજ્ઞાન રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અને દિન-પ્રતિદિન વધારેમાં વધારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી એ જ સાચું આત્માનું હિત છે. એટલે હિતોદયવાળી આ મીમાંસા બને છે. || ૧૬૨ / अमुमेवार्थं स्पष्टयन्नाहઆ જ અર્થને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે
अस्यां तु धर्ममाहाम्यात्समाचारविशुद्धितः ।
प्रियो भवति भूतानां, धर्मैकाग्रमनास्तथा ॥ १६३॥
ગાથાર્થ = વળી આ દૃષ્ટિમાં આવેલો જીવ સમ્યક્ (સુંદર) આચારોની વિશુદ્ધિના કારણથી અને ધર્મના પ્રભાવથી પ્રાણીઓને પ્રિય બને છે. તથા ધર્મમાં જ એકાગ્ર ચિત્તવાળો હોય છે. એ ૧૬૩ //
ટીકા - “મામેવ” દી વત્તા નિયોન, “થfમહિભ્યિRUI[,” મારાવિશુદ્ધિ” તઃ | વિનિત્ય-“ મવતિ ભૂતાન'' પ્રળિનાં, થÁામનાસ્તા'' વતીતિ છે દારૂા.
| વિવેચન :- આ દૃષ્ટિ એટલે કાન્તાદૃષ્ટિ આવે છતે હૃદયમાં પ્રગટ થયેલો સમભાવ-નિઃસ્પૃહતા” અને “વૈરાગ્યાદિ” ગુણાત્મક જે ઉત્તમ ધર્મ છે. તે ધર્મના પ્રભાવથી જ આ દૃષ્ટિવાળા મહાત્માઓનો આચાર સમ્યગૂ હોય છે. જેનું હૃદય શુદ્ધ છે તેના વિચાર, વાણી અને વર્તન સદાકાળ સહજભાવે જ સુંદર હોય છે. અને જેનું હૃદય અશુદ્ધ હોય છે તેનાં વિચાર-વાણી અને વર્તન સહજભાવે જ અસુંદર હોય છે. કદાચ બહારથી સુંદર હોય તો પણ તે માયારૂપ અને કપટભાવ યુક્ત હોવાથી અસુંદર જ છે. આ કારણથી પ્રાપ્ત થયેલી સમ્યક્ એવા આચારોની વિશુદ્ધિથી જ આ યોગી મહાત્મા સર્વ પ્રાણીઓને પ્રિય થઈ પડે છે. પારમાર્થિક શુદ્ધ આચરણ આ સંસારમાં કોને ન આકર્ષે? અર્થાત્ સર્વને આકર્ષે જ. સર્વને પ્રિય થાય જ.
એકલો પરને પ્રિય જ થાય છે એટલું જ નહીં, પરંતુ પોતે પણ વધુને વધુ ધર્મભાવનામાં જ દત્તચિત્ત બને છે. ધર્મમાં જ એકાગ્રમનવાળો આ મહાયોગી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org