________________
૪૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૧-૧૬ ૨ આગમજ્ઞાનથી પ્રગટેલા વિવેક દ્વારા બ્રમાત્મક સમજે છે. અને માને છે. આત્માની અંદર રહેલી એક જ્ઞાન રૂપ જ્યોતિ એ જ નિરાબાધ, નિરામય અને પરમતત્ત્વ છે એ જ વાસ્તવિકપણે ઉપાદેય છે. બાકીની સઘળી વસ્તુઓ માત્ર ઉપાધિરૂપ જ છે.
આ દૃષ્ટિવાળા જીવો જ્ઞાનપૂર્વકના વિવેકવાળા, ધીરસ્વભાવવાળા, પ્રત્યાહારની પ્રધાનતાવાળા અને ધર્મકાર્યો કરવામાં બાધા ઉપજાવે તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરનાર હોય છે. જે લક્ષ્મી અનિત્ય હોવાથી કાળાન્તરે ચાલી જવાની હોવાથી દરિદ્રતાની સખી છે. તે લક્ષ્મી બુદ્ધિમાન પુરુષોને જેમ આનંદ માટે થતી નથી. તેવી રીતે આ દૃષ્ટિવાળા જીવોને ભોગવિલાસ પણ પાછળ અવશ્ય પાપ અને તદુદયજન્ય દુઃખ આવવાનું જ હોવાથી આનન્દ માટે થતો નથી.
જેમ ચંદન શીતળ હોવા છતાં પણ તેનાથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે જ છે એટલે અનર્થકારી જ છે. તેવી રીતે (સંસારસુખ મેળવવાની વાસનાપૂર્વક કરાયેલા) ધર્મથી બંધાયેલ પુણ્યના ઉદયથી ઉદયકાળે મળેલો ભોગવિસ્તાર પણ તે જીવોને અનર્થ માટે જ થાય છે. ભોગો ભોગવી લેવાથી જે તૃપ્તિ થાય છે તે ઔપચારિક શાન્તિ છે. પરંતુ વાસ્તવિક શાન્તિ નથી. જેમ એક ખભા ઉપર ઉચકેલા ભારનું વજન લાગવાથી તે ભાર બીજા ખભા ઉપર લઈ લેવામાં આવે તો જે શાન્તિ થાય છે તે ઔપચારિક છે. કારણ કે વાસ્તવિક ભાર તો ગયો જ નથી. એટલે થોડા કાળ પછી પાછું વજન લાગવાનું જ છે. તેમ ભોગો ભોગવવાથી ક્ષણિક તૃપ્તિ થાય છે. પરંતુ ભોગોની વાસના નાશ પામેલી નથી, તેથી થોડા જ કાળમાં પુનઃ ભોગોની વાસના વધે છે. માટે ભોગ વિસ્તાર સારો નથી, એમ સમજી મન સંસારી ભાવોથી અલિપ્ત હોય છે.
ની સ્થિરા દૃષ્ટિ સમાય છે
तथा च षष्ठी दृष्टिमभिधातुमाहપાંચમી દષ્ટિ સમજાવીને હવે છઠ્ઠી દષ્ટિ સમજાવવા માટે કહે છે
कान्तायामेतदन्येषां, प्रीतये धारणा परा ।
अतोऽत्र नान्यमुन्नित्यं, मीमांसाऽस्ति हितोदया ॥ १६२॥ ગાથાર્થ = કાન્તા દૃષ્ટિમાં આ દર્શન (સૂક્ષ્મબોધ) અન્યજીવોની પ્રીતિ માટે થાય છે. (પરંતુ ષ માટે થતો નથી.) શ્રેષ્ઠ એવી ધારણા નામનું યોગનું અંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org